Home SURAT દુકાન બહાર મૂકેલું બોક્ષ લેવા બાબતે છોકરાને ઠપકો આપવાની અદાવતમાં મારમાર્યો

દુકાન બહાર મૂકેલું બોક્ષ લેવા બાબતે છોકરાને ઠપકો આપવાની અદાવતમાં મારમાર્યો

44
0
ક્રાંતિ સમય

સાયણ ગામે મુખ્ય માર્ગ પર આવેલ કોમ્પ્લેક્ષમાં ઇલેક્ટ્રિકના દુકાનદાર પર હુમલો કરવા સાથે જાનથી મારી નાખવાની ધમકી આપી ભાગી છૂટવાની ઘટનાએ વિસ્તાર માં ચકચાર મચાવી હતી. ઓલપાડ તાલુકાનાં સાયણ ગામે મુખ્ય માર્ગને અડીને આવેલા સંકલ્પ એવન્યુ નામના કોમ્પલેક્ષમાં દુકાન નંબર-6 માં પરિયા ગામ શુકન બંગલો ખાતે રહેતા પંકજભાઈ બાબરભાઈ લાડ (52) ની શ્રી સાઈનાથ ઇલેક્ટ્રીક નામની ઇલેક્ટ્રીક સામાન વેચવાની દુકાન આવેલી છે. ગત રોજ શુક્રવારને બપોરે 4.30 વાગ્યાના અરસામાં દુકાન માલિક પંકજભાઈ પોતાની દુકાનમા હતા ત્યારે સંકલ્પ એવન્યુમાં બીજા માળે રહેતા વિધર્મી પરિવારનો દીકરો નીચે આવી પંકજભાઈ ની દુકાન આગળ મૂકેલા એલ.ઇ.ડી સ્ટેટ લાઈના બોક્ષ લઈને ચાલી જતાં તેને ઊભો રાખી ઠપકો આપેલ. ત્યારે પૂછયા વિના લાઈનું બોક્ષ લઈ જનાર સાજીદના દીકરાને ઠપકો આપવાની વાતે તેણે અદાવત રાખી લાકડીના ફટકા સાથે તેના મિત્ર અમજદ સહિત બીજા અન્ય લોકોને પોતાની સાથે લઈ આવી શ્રીસાઈનાથ ઇલેક્ટ્રીક દુકાનમા ધસી આવી દુકાનમા બેઠેલા પંકજભાઈ ને માથાના ભાગે ફટકો મારી લોહી લુહાણ કરી દેવા સાથે ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી ભાગી છૂટેલા. ત્યારે નજીવી બાબતે દુકાનદાર પર હુમલો કરવાની ઘટનામાં પોલીસે ત્રણ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here