Home SURAT કેનાલ રોડ પર પીરામીડ ટાઉન શીપ અને સાગર સંકુલ એપાર્ટમેન્ટ વચ્ચે બિલ્ડીંગનું...

કેનાલ રોડ પર પીરામીડ ટાઉન શીપ અને સાગર સંકુલ એપાર્ટમેન્ટ વચ્ચે બિલ્ડીંગનું કામ થઈ રહ્યું છે ત્યારે ત્યાંથી ફુટપાથ ગાયબ થતા આશ્ચર્ય

67
0
ક્રાંતિ સમય

સુરત મહાનગરપાલિકાના રાંદેર ઝોનમાં પાલનપોર કેનાલ રોડ પર ફુટપાથનો કેટલોક ભાગ ગાયબ થઈ ગયો છે. કેનાલ રોડ પર પીરામીડ ટાઉન શીપ અને સાગર સંકુલ એપાર્ટમેન્ટ વચ્ચે બિલ્ડીંગનું કામ થઈ રહ્યું છે ત્યાંથી ફુટપાથ ગાયબ થતા આશ્ચર્ય થઈ રહ્યું છે. આ ફૂટપાથ ગાયબ થયો કે કરી દેવામાં આવ્યો તે અંગે અનેક અટકળો શરુ થઈ ગઈ છે. આ વિસ્તારમાં લોકો રોંગ સાઈડ વાહન પણ દોડાવી રહ્યાં છે તેના કારણે ફુટપાથ ઘણો જ મહત્વનો છે. અકસ્માતથી બચવા માટે લોકો ફૂટપાથ નો ઉપયોગ કરી રહ્યા છે. પરંતુ આ ફૂટપાથ પર ઠેક ઠેકાણે બાવળ ઉગી નીકળ્યા છે.

આટલું જ નહી પરંતુ લોકો વધેલો ખોરાક કે બિલ્ડીંગ મટીરીયલ્સ પણ ફુટપાથ પર જ નાખી રહ્યાં છે. તેમ છતાં લોકો ફૂટપાથ નો ઉપયોગ કરી રહ્યા છે. પરંતુ પીરામીડ ટાઉન શીપ અને સાગર સંકુલ એપાર્ટમેન્ટ વચ્ચે બિલ્ડીંગનું કામ થઈ રહ્યું છે તે જગ્યાએ ફુટપાથ પર સળીયા નાંખી દેવાયા છે અને તે વિસ્તારમાં ફુટપાથ તુટી ગયો છે અને બ્લોક પણ નથી. ફૂટપાથની જગ્યા પર સળીયા નાંખી દેવાયા હોવાથી અકસ્માતની શક્યતા વધી રહી છે. આ ઉપરાંત પાલિકાએ બનાવેલો ફુટપાથ કેવી રીતે ગાયબ થઈ ગયો છે તે પણ મોટો પ્રશ્ન છે. જોકે, પાલિકા આવી કામગીરી સામે આંખ આડા કાન કરતી હોવાથી લોકોના માથે અકસ્માતનો ભય રહેલો છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here