સુરત મહાનગર પાલિકા વેસ્ટર્ન રેલવે, ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ દ્વારા સુરતના રેલવે સ્ટેશન ડેવલપમેન્ટ માટેના પહેલા ફેઝના કામગીરી શરૂ થઈ ગઈ છે. આ પ્રોજેક્ટ માટે વરાછા નજીક આવેલા સૂર્યપૂર ગરનાળાની પૂર્વે તરફે સુરત-કામરેજ વરાછા મેઇન રોડ તરફેથી પ્રોજેકટની એન્ટ્રી-એકઝીટ માટે રેલવે કલવર્ટને પૂર્વે લાગુ 162 ચોરસમીટર વાળી મેળવવા માટે પાલિકાએ જગ્યા માલિક સાથે વાટાઘાટ થી જગ્યા મેળવવા માટેના પ્રયાસ કર્યો હતો.
પાલિકાએ ફાઇનલ ટી.પી સ્કીમ નં 4 (અશ્વિનીકુમાર-નવાગામ), ફાઇનલ પ્લોટ નં 266/1 ક્ષેત્રફળ 162 ચોરસ મીટર વાળી જમીન મેળવવા જમીન માલિક સાથે વાટાઘાટો કરી હતી. પાલિકાએ જમીન માલિક 21,214 પ્રતિ ચોરસ મીટરનો ભાવની ઓફર કરી હતી. પરંતુ પાલિકાની આ ઓફર સાથે જગ્યા માલિક સંમત થયા ન હતા. તેઓએ પ્રતિ ચોરસ મીટર અઢી લાખ રૂપિયાના ભાવે જગ્યા આપવા માટેની તૈયારી બતાવી હતી. પરંતુ જમીન માલિકોએ કરેલી ઓફર પાલિકાને ગેરવ્યાજબી લાગતાં હવે પાલિકાને આ જગ્યા વાતાઘાટ થી નળી મળે તેવું લાગતા આ પ્રોજેક્ટના ઉપયોગમાં આવતી જગ્યા ફરજ્યાત સંપાદન કરવા માટેનો નિર્ણય કર્યો છે અને આ માટેની દરખાસ્ત સ્થાયી સમિતિ સમક્ષ રજુ કરી છે તેના પર નિર્ણય કરાશે.