સુરત, પાંડેસરામાં ઘર નજીક રમતી 10 વર્ષની બાળકીને ચોકલેટની લાલચે પોતાના ઘરમાં બોલાવી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનાર આરોપીને કોર્ટે 20 વર્ષની સજાનો હુકમ કર્યો હતો. સરકાર તરફે એપીપી દિપેશ દવેએ દલીલો કરી હતી કે, આરોપીએ કુમળી વયની બાળા સાથે દુષ્કર્મ આચર્યું હોય તેને કડક સજા થવી જોઇએ. કોર્ટે ચુકાદામાં નોંધ્યું કે, ભોગ બનનારને ગુદાના ભાગે ઇજા થઈ છે, તે જોતા ઇજાના લીધે તેના માતાપિતાને માનસિક આઘાત અને ઇજા અનુભવી હોય ભોગ બનનારને યોગ્ય રકમનું વળતર ચૂકવવું પણ ઉચિત છે.
સુરજ પાંડેે જામીન પર હોય તેને કોર્ટ સમક્ષ હાજર રહેવા જણાવાયું હતું, પરંતુ ચુકાદાના દિવસે તે હાજર રહ્યો નહતો, આથી તેની ગેરહાજરીમાં જ કોર્ટે ચુકાદો સંભળાવ્યો હતો. આરોપી મૂળ બિહારનો રહેવાસી હોય એક શંકા એ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે કે તે ફરાર થઈ ગયો હોય. એપીપી દિપેશ દવે કહે છે કે આરોપી હવે ગમે ત્યારે પકડાય ત્યારે તેને સીધો જેલમાં જ મોકલી દેવામાં આવશે.