સુરત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નગરો-મહાનગરોમાં વસતા નાગરિકોની સુખાકારીમાં વૃદ્ધિથી ‘ઇઝ ઓફ લિવીંગ’ને વેગ આપવા નિર્ણય લેવામાં આવ્યો છે. મહાનગરોના આઉટગ્રોથ વિસ્તારમાં વિકાસ કામો તથા શહેરી વિકાસ સત્તામંડળ વિસ્તારમાં જન સુવિધા વૃદ્ધિના કામો માટે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ગ્રાન્ટ ફાળવણી કરવામાં આવી છે. પાલિકા-સુડાના વિકાસ કામો માટે મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ મારફત રજૂ કરેલી 8 ફલાય ઓવર નિર્માણની રૂપિયા 390 કરોડની રિવાઇઝ્ડ દરખાસ્તને મુખ્યમંત્રીએ સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે. સાથે સુડાને 10 તળાવ વિકાસવાવા 36.69 કરોડ ફાળવાશે. ભૂપેન્દ્ર પટેલે ગુરુવારે સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ વિકાસ કામોની પાલિકા અને સુડા સાથે ગાંધીનગરની દરખાસ્તને મંજૂરી આપી છે, જેથી પાલિકાના 8 નિર્માણાધિન બ્રિજો માટે રૂપિયા 390 કરોડની ગ્રાંટ પ્રાપ્ત થશે, જેથી હાલની કામગીરીને વેગ મળશે તથા પાલિકાની તળિયા ઝાટક તિજોરીને રાહત મળશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ ઉપરાંત સુરત શહેરી વિકાસ સત્તામંડળ સુડાએ ગુજરાત શહેરી વિકાસ મિશન મારફતે રજૂ કરેલી તળાવ વિકાસના 10 જેટલા કામોની રૂપિયા 36.69 કરોડની દરખાસ્તને પણ અનુમોદન આપ્યું છે. સુરત મહાનગરના દિન-પ્રતિદિન વધી રહેલા ટ્રાફિક ભારણના યોગ્ય સંચાલન માટે સુરત મહાનગરપાલિકાએ ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ મારફત રજુ કરેલી 8 ફલાયઓવર નિર્માણની 390 કરોડ રૂપિયાની રિવાઇઝ્ડ દરખાસ્તને પણ સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. આ 8 બ્રિજ માટે 390 કરોડ મંગાયા હતા. 1.લીંબાયત-નવાગામ રેલવે અંડર પાસ 60. 2.ડીંડોલી માન સરોવર રેલવે બ્રિજ 50. 3. કોસાડ-ક્રીભકો લાઈન રેલવે બ્રિજ 50. 4.ભાઠેના ફ્લાય ઓવર 40. 5.નવીન ફ્લોરિન પાસે ફ્લાય ઓવર 40. 6.ખરવાસા મીડલ રિંગરોડ સાઈ પોઈન્ટ પાસે ઓવર બ્રિજ 50. 7.સચીન GIDC જંકશન પાસે બ્રિજ વાઈડનીંગ 40. 8.ઉધના પત્રકાર કોલોની ઓવર બ્રિજ 60.