Home SURAT હનીટ્રેપમાં ફસાવનાર જ પોતે ફસાઈ ગયા :મહિલા

હનીટ્રેપમાં ફસાવનાર જ પોતે ફસાઈ ગયા :મહિલા

65
0

‘ઘરે કોઇ ન હોય ત્યારે આવજો, મજા કરીશું’

સુરતના સરથાણા જકાતનાકા વિસ્તારના સાબુના વેપારીને મહિલાએ મારા ઘરે કોઇ નહીં હોય ત્યારે આવજો, આપણે મજા કરીશું. કહી ઘરે બોલાવી હનીટ્રેપમાં ફસાવી રૂ.1.10 લાખની માંગણી કરનાર પરિણીતાને પુલીસ ફરીયાદ ના આધરે ક્રાઈમ બ્રાન્ચે ઝડપી ઉત્રાણ પોલીસના હવાલે કરી છે. પુલીસ સૂત્રોના અનુસાર મોટા વરાછા સ્થિત સુમન નિવાસ ખાતે ડી-404 ખાતે રહેતી સોનલ સાવલિયા તેના પતિ અને મળતિયા દ્વારા વેપારી પાસેથી પાંચ લાખ રૂપિયા પડાવવા માટે હનીટ્રેપ કરવામાં આવી હતી. જે અંગે સરથાણા જકાતનાકા સ્થિત વ્રજ ચોક રેસિડેન્સી ખાતે રહેતા પ્રતીક વિનુભાઇ કોરાટે આ અંગે ફરિયાદ નોંધાવી હતી.

વેપારી એ કરેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે વ્હોટ્સએપ પર તેની મુલાકાત સોનલ સાવલિયા સાથે થઇ હતી. ત્યારબાદ સોનલ સાવલિયાએ મજા કરવી હોય તો તેના ઘરે સાબુ સાથે લઇને આવવા માટે જણાવ્યુ હતું. તેણે સવારે નવ વાગ્યે તેના પતિ ઘરે ન હોય તે દરમિયાન પ્રતીકને બોલાવ્યો હતો. દરમિયાન તે સોનલના ઘરે ગયો ત્યારે અચાનક બહાર બે માણસો આવી ગયા હતા.વેપારીએ ચાલાકી વાપરી કાકા હસ્તક પોલીસને જાણ કરતા ઉત્રાણ પોલીસ ઘસી ગઇ હતી અને હનીટ્રેપમાં ફસાવનાર બબીતાના પતિ અને અન્ય એકને પકડી લીધા હતા. જ્યારે આ ટોળકીમાં સામેલ બબીતાની શોધખોળ હાથ ધરી હતી. જેમાં ભીખુ સાવલિયા નામના આરોપીએ તે સોનલનો પતિ હોવાનું જણાવ્યું હતું. અને તે આધારે પુલીસ તપાસ કરી રહ્યા હોવાનું જાણવ્યુ. જેમાં મહિલા ના સાથ સહકાર આપનાર બન્ને પુરુષ મહિલા ના પતિ સહિત અને પોતે મહિલા જે હનીટ્રેપ માટે વેપારી ને શોશલ મીડિયા થી સંપર્ક માં આવેલ હતા. તેને પુલીસ ટીમ તરફ થી ગિરફ્તાર કરવામાં આવેલ હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here