જમીન દલાલની પત્નીની ફરિયાદના આધારે 3 સામે ગુનો.
સુરત,જમીન અને મકાનમાં રોકાણના નામે 67 લાખની રકમ ગુમાવી પડી છે. આ અંગે જમીનદલાલની પત્નીએ ક્રાઇમબ્રાંચમાં ફરિયાદ આપતાં પોલીસે 3 જણા સામે ગુનો નોંધી ધરપકડની કાર્યવાહી કરી છે. પીપલોદ ડિવાઇન બંગ્લોઝમાં રહેતી જમીનદલાલની 48 વર્ષીય પત્ની સોનલ ચૌહાણે આપેલી પોલીસ મુજબ વર્ષ 2014માં તેમના દીકરા સાથે કોલેજમાં રાજેન્દ્ર કાવ્યા અભ્યાસ કરતો હતો. રાજેન્દ્રના પિતા બિલ્ડર હોવાથી તેણે 2015માં બારડોલી, ગંગાધરા, પલસાણા અને નવસારી સહિતની સાઇટોના બ્રોસર બતાવ્યા હતા. રાજેન્દ્રે જમીન- મકાનમાં ઊંચા વળતરની લાલચ આપી 67 લાખનું રોકાણ કરાવી ચીટિંગ કરી હતી.
પુલીસ એ સોનલ ચૌહાણની ફરિયાદના આધારે બિલ્ડર પુત્ર રાજેન્દ્ર બજરંગ કાવ્યા(રહે,નંદ એન્કલેવ,ગોવર્ધન હવેલી, ડુમસ રોડ), ઉધનામાં હાર્ડવેરનો ધંધો કરતા મુકેશ ગૌતમલાલ સોની અને તેનો ભાઈ તનસુખ ગૌતમલાલ સોની(બન્ને રહે,હેપ્પીહોમ એપાર્ટ, ઉધના) સામે ઠગાઈનો ગુનો નોંધી ત્રણેયની ધરપકડ કરી છે.