કિશોર વાઘજી શિરોયા, દિનેશ વાઘજી શિરોયા, કાળુ પોપટ પાચાણી અરવિંદ જયરામ ક્યાડા સામે કામરેજ પોલીસમાં ગુનો દાખલ કરાયો.
સસ્તા અને સરળ હપ્તેથી પ્લોટ મળતા હોવાની વાત કરતા વિનુભાઇ પોતાનાં મિત્રો સાથે શેખપુર વેલંજા ખાતે પ્લોટ જોવા ગયા હતા અને પ્લોટ પસંદ
દસ્તાવેજ નહીં કરી હાથ અધ્ધર કરી દેતા કામરેજ પોલીસમાં ગુનો.
સરળ હપ્તેથી આપે છે જેથી દલાલ સંદીપ સાથે વિનુ સાંગાણી સહિત અન્ય ત્રણ લોકો અંજની ગ્રૂપ સવજી કોરાટ પુલની બાજુમાં નાના વરાછા ખાતે આવેલા બાપા સીતારામ રોવિનુ સાંગાણી કિશોર સિરોયાની ઓફિસે હાઉસ પ્રોજેક્ટની ઓફિસમાં ગયા હતા.
કામરેજ પોલીસ મથકેથી મળતી. વિગત મુજબ વષૅ ૨૦૧૨માં કામરેજનાં વેલંજાથી શેખપુર રોડ પર બાપા સિતારામ રો-હાઉસ પોજેક્ટ સુરતનાં ચાર ભાગીદારો ૧. કિશોર વાધ (રહે. નં-૧૨ ભગુરાજ સોસાયટી સમાન સુરત ૨. અમર સોસાયટી કેનાલ રોડ સરથાણા) કાળુ પાચાણી (રહે. નવો કોસાડ રોડ મહાવીર ધામ સોસાયટી વિભાગ ૨) ૪. અરિવંદ જયરામ ક્યાડા (રહે. શમા સોસાયટી એ.કે. રોડ હિરાબાગ ધ ને૫૭) દ્વારા મુકવામાં આવ્યો હતો. હીરા દલાલ સંદિપ શિરોયાએ વિનુભાઇ કુરજીભાઇ સાંગાણી (ઉ.વ.૬૫ રહે.૨૦૧ વિજયનગર સોસાયટી વિભાગ ૨ પોગીચોક, સુરત મૂળ રહે. સમડીગામ લીલીયા, જ અમરેલી)નો સંપર્ક કરી સસ્તા અને સરળ હપ્તેથી પ્લોટ મળતા હોવાની વાત કરતા વિનુભાઇ પોતાનાં મિત્રો સાથે શેખપુર વેલંજા ખાતે પ્લોટ જોવા ગયા હતા અને પ્લોટ પસંદ પડતા આયોજકોની ઓફિસે (માં અંજની ગૃપ સવજી કોરાટ પુલની બાજુમાં વરાછા સુરત) ગયા હતા. જ્યાં ચારેય ભાગીદારો સાથે પરિચય કરી પ્લોટ ખરીદવાની વાત કરતા એક પ્લોટની કિ ૪,૬૮,૦૦૦ નક્કી કરી હતી અને પહેલા ડાઉન પેમેન્ટ પેટે બે લાખ આપવાનાં ત્યાર બાદ ૩૧ મહિનાના હપ્તેથી રૂપિયા પુરા કર્યા બાદ દસ્તાવેજ કરી આપવામાં આવશે એવું નક્કી થતું હતું. નક્કી કરેલી શરત મુજબ વિનુભાઇએ બે લાખ આપતાં ડાયરી બનાવી હતી અને જેમાં ચારેય ભાગીદારો સહી કરી હતા.
મુદત પુરી થવાં આવતા આયોજકોને અને ૫૦ હજાર બાકી રહેતા વિનુભાઇએ ઓફિસે જઇ દસ્તાવેજ કરી આપવાની વાત કરતા ખેડૂત આવ્યા બાદ એક અઠવાડિયામાં દસ્તાવેજ કરી આપવાની ખાતરી આપી હતી. ત્યારબાદ વારંવાર ઓફિસે ગયા. હતા પરંતુ દસ્તાવેજ કરી આપ્યો ન હતો, દરમ્યાન આયોજકોની ઓફિસે ૭૦ લોકો ભેગા થયાં હતા જે તમામ પાસેથી પ્લોટનાં વેચાણનાં રૂપિયા લઇ દસ્તાવેજ નહીં કરી આપ્યાની વિગત બહાર આવી હતી.
આ તમામ ૭0 લોકોએ ૧૨,૩૮,૨૦૦ રૂપિયા ચુકવ્યા હોય તેમ છતાં તેમને દસ્તાવેજ નહી કરી આપી.તથા માર મારી તાંડ્યા તોડી નાંખવાની ધમકી આપતાં પોતાની સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી થઇ હોવાનું જણાતા લોકોએ કામરેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
૭૦થી વધુ પ્લોટ હોલ્ડરોને સસ્તા ભાવે પ્લોટ આપવાનાં બહાને નાણાં પડાવી લઇ દસ્તાવેજ નહીં કરી આપી ૧.૨૩ કરોડ પ્લોટો પેટે મેળવી લઇ હાથ અધ્ધર કરી દીધા હતા. આથી વિનુભાઈ સાંગાણી સહિત અન્ય પ્લોટ હોલ્ડરોએ કામરેજ પોલીસ મથકે ફરિયાદ કરતા કામરેજ પોલીસે કિશોર વાઘજી સિરોયા (રહે. ભગુરાજ સોસાયટી, સીમાડા નાકા, સુરત), દિનેશ વાઘજી સિરોયા (રહે. અમર સોસાયટી, કેનાલ રોડ, સરથાણા પોલીસ સ્ટેશન પાસે, સીમાડા સુરત), કાળુ પોપટ પાંચાણી (રહે. અમરોલી, નવો કોસાડ રોડ, મહાવીરધામ સોસાયટી) અને અરવિંદ જેરામ કયાડા (રહે. સમા સોસાયટી, એ.કે. રોડ હીરાબાગ, સુરત) સામે ૪૦૬, ૪૨૦, ૫૦૪, ૫૦૬ (૨), ૧૨૦ મુજબ ગુનો નોંધી આગળની તપાસ કરી રહ્યા.