Home blog સુરત મનપાના ઉધના એ ઝોન માં ડે. કમિશનર સ્વાતિ દેસાઈનું રાજીનામું

સુરત મનપાના ઉધના એ ઝોન માં ડે. કમિશનર સ્વાતિ દેસાઈનું રાજીનામું

6
0

ડે. કમિશનર સ્વાતિ દેસાઈ સુરત મનપાના મહત્વના પ્રોજેક્ટ્સ અને વહીવટી કામગીરીમાં સક્રિય ભૂમિકા

સુરત,સ્વાતિ દેસાઈએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, “હું મારા બાળકો અને પરિવારને પૂરતો સમય આપવા માંગતી હતી, તેથી આ નિર્ણય લીધો છે.” સામાન્ય રીતે ઉચ્ચ હોદ્દા પર રહેલા અધિકારીઓ પોતાની કારકિર્દીના અંતિમ તબક્કે નિવૃત્તિ લેતા હોય છે, પરંતુ સ્વાતિ દેસાઈની નિવૃત્તિને હજુ 15 વર્ષ જેટલો લાંબો સમય બાકી છે. આટલી લાંબી કારકિર્દી અને ઉજ્જવળ ભવિષ્ય સામે હોવા છતાં, તેમણે ડેપ્યુટી કમિશનર જેવા પ્રતિષ્ઠિત પદનો ત્યાગ કરવાનો નિર્ણય લેતા અનેક સવાલો ઊભા થયા છે. સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અને બજેટ નિર્ધારણ જેવા મહત્વના પાસાઓ સાથે તેઓ સીધી રીતે સંકળાયેલા હતા.

જ્યારે ડેપ્યુટી કમિશનર સ્વાતિ દેસાઈએ અચાનક પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું. પાલિકાની કચેરીમાં આ સમાચાર વાયુવેગે પ્રસરતા અધિકારીઓ અને કર્મચારીઓમાં અનેક તર્ક-વિતર્ક શરૂ થઈ ગયા છે.સુરત મહાનગરપાલિકાના વહીવટી તંત્રમાં ખળભળાટ મચી ગયો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here