Home CRIME CID ક્રાઈમના PI અને કોન્સ્ટેબલ 30 લાખની લાંચ લેતા ઝડપાયા

CID ક્રાઈમના PI અને કોન્સ્ટેબલ 30 લાખની લાંચ લેતા ઝડપાયા

22
0

ACBએ છટકું ગોઠવી PK પટેલ અને વિપુલ દેસાઈને ઝડપી પાડ્યા.

કોલ સેન્ટરના ગુનામાં કાર્યવાહી ન કરવા લાંચ માગી હતી.

ગુજરાત એન્ટી કરપ્શન બ્યુરોએ ગાંધીનગરમાં એક મોટી સફળ ટ્રેપ ગોઠવી. CID ક્રાઈમના પોલીસ ઇન્સ્પેક્ટર અને કોન્સ્ટેબલને 30 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યું. કોલ સેન્ટરના એક ગુનામાં કાર્યવાહી ન કરવા અને સેટલમેન્ટ કરવા પીઆઇ અને એક આર્મ્ડ પોલીસ કોન્સ્ટેબલે લાંચ માગી હતી. ત્યારે ACBએ ટ્રેપ ગોઠવી બંને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. હાલ આ પ્રકાર ની ઘટના થી ગુજરાત પુલીસ ભવન માં ચર્ચાઓ ચાલે છે. કે CID ક્રાઈમ દ્વારા કોલ સેન્ટરના એક ગુનાની તપાસ કરવામાં આવી રહી છે. જે ગુનામાં કાર્યવાહી ન કરવા પીઆઇ પી.કે. પટેલ અને કોન્સ્ટેબલ વિપુલ દેસાઈએ સાંઠગાંઠ કરીને ફરિયાદીને ગર્ભિત ધમકીઓ આપી તગડી રકમ લાંચ પેટે માગી હતી. હાલમાં તો CID ક્રાઈમના પીઆઇ અને કોન્સ્ટેબલના લીધે ખાખીની આબરૂના ધજાગરા ઉડી ગયા છે.

ACBના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ કેસના ફરિયાદી અને તેમના મિત્ર વિરૂદ્ધ CID ક્રાઈમ ગાંધીનગર ઝોન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કોલ સેન્ટરના ગુનામાં કોઈપણ પ્રકારની કાર્યવાહી ન કરવાના CID ક્રાઈમના પોલીસ ઇન્સ્પેક્ટર પેથા કમરશીભાઈ પટેલ અને આર્મ્ડ પોલીસ કોન્સ્ટેબલ વિપુલ બાબુભાઈ દેસાઈ દ્વારા મોટી તગડી રકમની લાંચ માગવામાં આવી હતી. જે રકઝકના અંતે 30 લાખની રકમ આપવાનું નક્કી થયું હતું.

પોલીસ ઇન્સ્પેક્ટર પેથા કમરશીભાઈ પટેલ અને

આર્મ્ડ પોલીસ કોન્સ્ટેબલ વિપુલ બાબુભાઈ દેસાઈ

આ બંને લાંચિયા પોલીસ કર્મચારીઓની ACBએ ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ સમગ્ર ઓપરેશનનું સુપરવિઝન ACB અમદાવાદ એકમના ઇન્ચાર્જ મદદનિશ નિયામક ડી.એન. પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here