કોલેજમાં અભ્યાસ કરતી એક 23 વર્ષીય વિદ્યાર્થિની પર તેના સાથી વિદ્યાર્થી દ્વારા જ બળાત્કાર
સચિન જીઆઈડીસી વિસ્તારમાં રહેતી અને કોલેજમાં અભ્યાસ કરતી એક 23 વર્ષીય વિદ્યાર્થિની પર તેના સાથી વિદ્યાર્થી દ્વારા જ બળાત્કાર ગુજારવાનો કિસ્સો સામે આવ્યો છે. લિંબાયત શાંતિ નગરમાં રહેતા રીષિ રાજેશભાઈ જયસ્વાલ (ઉં.વ.23) સાથે કોલેજ દરમિયાન વિદ્યાર્થિનીને મિત્રતા થઈ હતી, જે પ્રેમ સંબંધમાં પરિણમી હતી.રીષિએ વિદ્યાર્થિનીને લગ્ન કરવાની લાલચ આપીને પાલ વિસ્તારની બે અલગ-અલગ હોટલોમાં લઈ જઈ તેની સાથે શરીર સંબંધ બાંધ્યા હતા. લગ્નની લાલચ આપીને રીષિએ લગભગ ત્રણ વર્ષ સુધી વિદ્યાર્થિનીનો ભોગ લીધો હતો. જોકે, વિદ્યાર્થિનીએ જ્યારે લગ્ન માટે દબાણ કર્યું, ત્યારે રીષિએ લગ્ન કરવાની સ્પષ્ટ ના પાડી દીધી. સતત નિરાશ રહેતી દીકરીએ માતાને હકીકત જણાવતા, માતાએ પાલ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આરોપી રીષિ જયસ્વાલ વિરુદ્ધ બળાત્કારનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.