મળતી માહિતી અનુસાર, લાજપોર મધ્યસ્થ જેલમાં હાઇ સિક્યુરિટી યાર્ડ નંબર-42માં આરોપી હેમંત ઉર્ફે ડેની પાનાચંદ્ર માંગરોળીયા (ઉં. વ.42 રહે. કાજીપુર કોટડા સ્ટ્રીટ રામપુર સુરત) રાત્રે બેભાન હાલતમાં મળ્યો હતો. દરમિયાન ત્યાં જેલ કર્મચારીઓ હાઇ સિક્યુરિટી યાર્ડમાં રાઉન્ડ અપ હતા. ત્યારે હવલદાર શક્તિસિંહ જે. કાઠીયાએ હાઇ સિક્યુરિટી યાર્ડ નંબર-42માં કેદી હેમંતને બેભાન હાલતમાં જોતા જેલમાં હાજર તબીબ લક્ષ્મણ તાહિલિયાનીને જાણ કરાઈ હતી. જેથી તેઓ યાર્ડમાં આવીને કેદી હેમંતને જોઈ તપાસી મૃત જાહેર કર્યો હતો.

હેમંત માંગરોળીયા વિરૂદ્ધ વર્ષ-2017માં કતારગામ પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધાયો હતો. જે ગુનામાં પોલીસે તેઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને લાજપોર જેલમાં ધકેલી દીધો હતો. જેથી હેમંત ગત 10 એપ્રિલ, 2017થી લાજપોર જેલમાં બંધ હતો.આરોપી હેમંત ઉર્ફે ડેનીએ ક્યાં જવાબદાર પરિબળોના કારણે આપઘાત કર્યો તે હાલ અકબંધ રહ્યું છે. આ બનાવ અંગે સચિન પોલીસ દ્વારા ઉંડાણપૂર્વકની તપાસ હાથ ધરવામાં આવી છે.