Home AHMEDABAD પૂર્વ MLA કોટડિયા-પૂર્વ IPS જગદીશ પટેલ સહિત 14ને આજીવન કેદ, 32 કરોડ...

પૂર્વ MLA કોટડિયા-પૂર્વ IPS જગદીશ પટેલ સહિત 14ને આજીવન કેદ, 32 કરોડ ની ખંડણી

11
0

વર્ષ 2018ના બિટકોઈન તોડકાંડ અને અપહરણ કેસમાં.

અમદાવાદની સિટી સેશન્સ કોર્ટની ACBની સ્પેશિયલ કોર્ટે પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયા તથા પૂર્વ IPS જગદીશ પટેલ સહિત 14ને આજીવન કેદની સજા ફટકારી છે. પોલીસ અધિકારીઓએ શૈલેષ ભટ્ટનું અપહરણ કરી 200 બિટકોઈન પડાવી 32 કરોડ ખંડણી માગી હતી. આ તમામને રાત્રે જેલ ભેગા કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, નલિન કોટડિયા 2012માં GPPમાંથી ધારી બેઠક પરથી ધારાસભ્ય બન્યા હતા. પૂર્વ, MLA, પૂર્વ IPS, LCB પીઆઇ અને CBI ઇન્સ્પેક્ટર સહિત 15ની ધરપકડ થઈ હતી તત્કાલીન અમરેલી જિલ્લા પોલીસવડા જગદીશ પટેલ, તત્કાલીન અમરેલી LCB પીઆઇ અનંત પટેલ, તત્કાલીન CBI ઈન્સ્પેક્ટર સુનીલ નાયર, કિરીટ પાલડિયા, વકીલ કેતન પટેલ, પોલીસકર્મચારીઓ તેમજ પૂર્વ BJP MLA નલિન કોટડિયા સહિત 15 લોકોની ધરપકડ થઈ હતી, જેમાંથી એકમાત્ર જતીન પટેલનો નિર્દોષ છુટકારો થયો છે.

આ ચુકાદા અંગે આરોપીઓના વકીલ પરેશ વાઘેલાએ જણાવ્યું કે, ચુકાદાનો અભ્યાસ કરીને હાઇકોર્ટમાં અપીલ કરાશે. આ ચુકાદો 547 પેજનો છે. જેમાં સરકાર તરફે 172 સાક્ષીઓ તપાસવામાં આવ્યા હતા. જ્યારે બચાવ પક્ષે એક સાક્ષી તપાસવામાં આવ્યો હતો. જેની વર્ષ 2018માં ચાર્જશીટ ફાઈલ થઈ હતી. જ્યારે અંતિમ દલીલો ત્રણ મહિના જેટલો સમય ચાલી હતી. આ દરમિયાન 92 જેટલા સાક્ષીઓ ફરી ગયા હતા.

ફરિયાદી શૈલેષ ભટ્ટના વકીલ રાજેશ રૂપારેલીયાએ સરકાર પક્ષના કેસને સમર્થન આપ્યું નહોતું. રાજેશ રૂપારેલીયાની વધારાના સાક્ષી તરીકે જુબાની લેવામાં આવી હતી. શું છે મામલો? 2018માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું ગાંધીનગરમાંથી અપહરણ કરી તેમને એક ફાર્મ હાઉસમાં ગોંધી રાખી બિટકોઇન લૂંટી લેવાનો અમરેલી પોલીસ પર આરોપ મૂકવામાં આવ્યો હતો. કેતન પટેલ અને પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયાને જાણકારી મળી હતી કે સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટ અને તેમના સાથીઓએ સુરતના ધવલ માવાણી પાસેથી 200 બિટકોઇન લૂંટી લીધા છે.

એના આધારે નલિન કોટડિયા, કેતન પટેલ અને કિરીટ પાલડિયાએ મિટિંગ કરી શૈલેષ ભટ્ટને લૂંટવાની યોજના બનાવી હતી. એમાં સૌથી પહેલા સીબીઆઈ ઈન્સ્પેકટર સુનીલ નાયર દ્વારા પાંચ કરોડ રોકડા લઈ લેવાયા હતા. ત્યાર બાદ અમરેલી પોલીસ સાથે મળી બાર કરોડના બિટકોઇન લઈ લીધા હતા. આ મામલે ફરિયાદ થતાં સીઆઈડીએ ક્રાઇમે તમામ આરોપીઓની ધરપકડ કરી હતી. આ દોષિતો સામે ભ્રષ્ટાચારનો કેસ નોંધાયો હતો. આ કેસ અમદાવાદની સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટ ખાતે આવેલી ACBની વિશેષ અદાલતમાં ચાલ્યો હતો. સરકારે વિશેષ સરકારી વકીલ તરીકે અમિત પટેલની નિમણૂક કરી હતી. શૈલેષ ભટ્ટની અરજી પર ઉચ્ચ પોલીસ અધિકારી અને CBI ઇન્સ્પેકટર સામે ખંડણીની ફરિયાદ નોંધાઈ હતી. શૈલેષ ભટ્ટ પર પણ 2257 બિટકોઈન અને 14.5 કરોડ વાપરવાનો આક્ષેપ શૈલેષ ભટ્ટ પર આક્ષેપ છે કે તેણે 2257 બિટકોઇન, લાઈટ કોઇન અને 14.5 કરોડ રૂપિયા વાપર્યા છે અથવા સંતાડ્યા છે. શૈલેષ ભટ્ટે બીટ કનેક્ટ કંપનીના હોદ્દેદારો અને કર્મચારીઓને કિડનેપ કરીને 2021 બિટકોઈન, 11000 લાઈટ કોઈન અને 14.5 કરોડ રૂપિયાની ખંડણી મેળવી હતી. શૈલેષ ભટ્ટે બીટ કનેક્ટ કંપનીમાં આશરે 1.14 કરોડ રૂપિયા ડૂબી જતાં તેને પ્લાન બનાવીને કંપનીના હોદ્દેદારો અને કર્મચારીઓનું અપહરણ કરીને બીટકોઈન, લાઈટ કોઈન તેમજ રોકડા રૂપિયા પડાવ્યા હતા. શૈલેષ ભટ્ટે એ સમયના અમરેલીના SP જગદીશ પટેલ અને કેટલાક પોલીસ ઓફિસર સામે ફરિયાદ નોંધાવેલી. એમાં તેણે જણાવ્યું હતું કે તેને કિડનેપ કરીને તેની પાસેથી 176 બિટકોઇન પડાવી લેવામાં આવ્યા હતા.

શૈલેષ ભટ્ટે બીજી ફરિયાદ CBIના પોલીસ ઇન્સ્પેક્ટર સુનીલકુમાર વિરુદ્ધ કરી હતી, જેને અરજદારને ED અને આયકર વિભાગની બીક બતાવીને દસ કરોડ રૂપિયાની લાંચ માગી હતી, જેની ડીલ 05 કરોડમાં નક્કી થઈ હતી અને 4.60 કરોડ ચૂકવવામાં આવ્યા હતા. કોનો શું રોલ હતો? નલિન કોટડિયા(પૂર્વ ધારાસભ્ય) શૈલેષ ભટ્ટે બિટકોઇન ખરીદ્યા બાદ અમરેલી જિલ્લાના ધારીના પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયાને આ વાતની જાણ થઇ અને તેણે શૈલેષભટ્ટ પાસેથી મોટી રકમ પડાવી લેવા માટે એક પ્લાન ઘડી કાઢ્યો અને અમરેલીના તત્કાલીન એસપીની સાથે હાથ મિલાવ્યો અને આખો મામલો સામે આવ્યો. ત્યાર બાદ કોટડિયાની ધરપકડ થઈ હતી. જગદીશ પટેલ(તત્કાલીન અમરેલી SP) શૈલેષ ભટ્ટ પાસેથી મોટી રકમ પડાવી લેવા માટે અમરેલીના તત્કાલીન એસપી જગદીશ પટેલ અને નલિન કોટડિયાએ હાથ મિલાવ્યા. ત્યાર બાદ જગદીશ પટેલે શૈલેશ ભટ્ટને ત્યાં રેડ પાડી. બન્નેએ ભેગા મળીને કરોડો રૂપિયા પડાવ્યા હતા, જેને પગલે જગદીશ પટેલની પણ પોલીસે ધરપકડ કરી. સુનિલ નાયર(તત્કાલીન CBI ઈન્સ્પેક્ટર) સુનિલ નાયરે 7 ફેબ્રુઆરી, 2018ના રોજ સાંજે 5-47 કલાકે શૈલેષ ભટ્ટને ફોન કરીને સીબીઆઈ ઓફિસે આવવા કહ્યું હતું. શૈલેષ ભટ્ટ તેના એડવોકેટ ધર્મેશ પટેલ અને તેના ધંધાના સાથીદાર જિજ્ઞેશ મોરડિયા તથા કિરીટ વાળાને લઈને સીબીઆઈ ઓફિસ પહોંચ્યો હતો. ધવલ માવાણી પાસેથી બિટકોઈન પડાવવા મામલે સીબીઆઈમાં ફરિયાદ કરવા માટે બીજા દિવસે કહ્યું હતું. 8 ફેબ્રુઆરીએ શૈલેષ ભટ્ટ સુનિલ નાયરને મળ્યો હતો ત્યારે નાયરે તેની પાસે 5 કરોડની માંગ કરી હતી. જેમાંથી 4 કરોડ રૂપિયા મેસર્સ ઉમેશચંદ્ર એન્ડ સન્સ નામની આંગડિયા પેઢીમાં ગાંધીનગર ઈન્ફોસિટી ખાતે મોકલાવ્યા હતા. જે કિરીટ પાલડિયાએ સુનિલ નાયર સુધી પહોંચાડ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here