સહમતી સાથેના જાતિય સંબંધ બળાત્કાર નથી, સેશન્સ કોર્ટે યુવકને નિર્દોષ જાહેર કર્યો.
સુરતના ડિંડોલીમાં રહેતી અને BBAનો અભ્યાસ કરતી એક યુવતીએ m.techનો અભ્યાસ કરતા યુવક સામે જુલાઈ 2022માં બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યું હતું કે, ઇન્સ્ટાગ્રામ પર મિત્રતા થયા બાદ યુવકે લગ્નની લાલચ આપી અનેક વખત તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા અને બાદમાં લગ્નનો ઇનકાર કરી દીધો હતો. જેમાં પોલીસે યુવકની ધરપકડ કરી કોર્ટમાં ચાર્જશીટ કરી હતી.યુવકે ફરિયાદી સાથે કોઇ બળજબરી કરી નથી. પ્રેમ સંબંધોમાં ભંગાણ પડતા બળાત્કારની ખોટી ફરિયાદ થઈ છે. વધુમાં વડી અદાલતનો ચુકાદો ટાંકીને તેમણે દલીલ કરી હતી કે, લગ્નની લાલચ આપીને શરીર સંબંધ બાંધવામાં આવ્યાનો આક્ષેપ હોય તો તે બળાત્કાર નથી. જે દલીલ માન્ય રાખીને સેશન્સ કોર્ટે યુવકને છોડી મુક્યો હતો.
ભોગ બનનારે કોઇપણ દબાણ વિના હોટલ માં ઓળખ કાર્ડ આપ્યા ફરિયાદી પોતે શિક્ષિત વ્યક્તિ છે અને પોતાનું સારા ખરાબ ની સમજણ ધરાવે છે. ભોગ બનનાર અને યુવકની જાતિ અલગ હોવાથી યુવક અને તેની માતાએ લગ્ન કરવાનો ઇનકાર કર્યો હતો. તેમ છતાં તેણીએ યુવક સાથે સંબંધો ચાલુ રાખ્યા હતા. ભોગ બનનારે યુવક સાથે જતી વખતે કોઇપણ દબાણ વિના હોટલ માં ઓળખ કાર્ડ આપ્યા છે, જેથી તેણી સાથે કોઇ બળજબરી થઈ નથી. ફરિયાદમાં ભોગ બનનાર યુવતીએ યુવક સાથેના સંબંધોથી પેટમાં ગર્ભ રહ્યાનો આક્ષેપ કર્યો હતો, પરંતુ કેસની ટ્રાયલ દરમિયાન ગર્ભપાતનો પુરાવો રેકર્ડ પર આવ્યો ન હતો તથા યુવક અને ભોગ બનનારના કપડાં અનેક વખત ધોવાઈ ગયા હતા, જેનો લાભ પણ યુવકને મળ્યો હતો.
મેડિકલ ભાષામાં સ્ત્રીઓમાં વધારે અને વારંવાર સેક્સ કરવાની અનિયંત્રિત ઇચ્છા હોય તેને નિમ્ફોમેનિયા (Nymphomania) કહેવામાં આવે છે. આજકાલ આને વધુ વૈજ્ઞાનિક ભાષામાં હાઈપરસેક્સ્યુઅલ ડિસઓર્ડર (Hypersexual Disorder) તરીકે ઓળખવામાં આવે છે.
👉 નિમ્ફોમેનિયા વિશે થોડું સંક્ષિપ્તમાં:
- આ માનસિક તથા શારીરિક સ્વરૂપની પરિસ્થિતિ હોઈ શકે છે.
- સ્ટ્રેસ, હોર્મોનલ ઈમ્બેલન્સ, ટ્રોમા અથવા સાયકોલોજીકલ કારણો થકી ઉભી થઈ શકે છે.
- ક્યારેક આ કારણે સંબંધોમાં સમસ્યાઓ, ગુલ્ટ ફીલિંગ અને સામાજિક તણાવ ઊભો થઈ શકે છે.
👉 પ્રેમ, બ્રેકઅપ અને દુષ્કર્મના કેસોમાં અસર:
- પ્રેમ સંબંધમાં: અતિશય સેક્સ્યુઅલ ઈચ્છા ક્યારેક પાર્ટનરશીપમાં ખટાશ અથવા અસંતોષ ઊભો કરી શકે છે.
- બ્રેકઅપ પછી: ભાવનાત્મક ખાલીપો અને ડિપ્રેશનથી વ્યક્તિ વધુ સેક્સ કે નવા સંબંધોમાં શાંતિ શોધવાનો પ્રયાસ કરે છે.
- દુષ્કર્મના કેસોમાં: ક્યારેક પીડિતાઓને મનોવિજ્ઞાનિક અસરથી સેક્સ પ્રત્યે ડર, અણગમો કે ક્યારેક વિપરીત રીતે અતિશય ઝુકાવ જોવા મળે છે. આ બધું ટ્રોમા અને મગજની પ્રતિક્રિયા પર આધારિત હોય છે.
ભોગ બનનારને નિમ્ફોમેનિયાની બીમારી હોવાની શંકા વ્યક્ત કરી હતી તબીબી પુરાવા ઉપરાંત ડીએનએ રિપોર્ટમાં પણ ભોગ બનનાર અને યુવકના સેમ્પલ મેચ થયા ન હતા. વધુમાં ડોક્ટર સાહેદની જુબાનીમાં એ વાત રેકર્ડ પર આવી હતી કે, ભોગ બનનારે તબીબી તપાસ દરમિયાન પોતે 30થી 35 વર્ષ શારીરિક સંબંધો બનાવ્યા હોવાનું જણાવ્યું હતું. જેથી બચાવ પક્ષે ભોગ બનનારને નિમ્ફોમેનિયાની બીમારી હોવાની શંકા વ્યક્ત કરી હતી.આવી બીમારીમાં સ્ત્રી પોતાના પર કંટ્રોલ કરી શકતી નથી ભોગ બનનારની મેડિકલ તપાસ કરતા ડોક્ટર સાહેદે બચાવ પક્ષે ઉલટ તપાસમાં પૂછેલા પ્રશ્નોના જવાબમાં જણાવ્યું હતું કે, ઘણીવાર પુરૂષો કરતા સ્ત્રીઓમાં સેક્સ કરવાની ઇચ્છા વધુ હોઇ શકે. જે સ્ત્રીઓમાં વધુ સેક્સ કરવાની ઇચ્છા હોય તેને મેડિકલની ભાષામાં નિમ્ફોમેનિયા કહેવાય છે. અને આ એક પ્રકારની માનસિક બીમારી કહેવાય. આવી બીમારીમાં સ્ત્રી પોતાના પર કંટ્રોલ કરી શકતી નથી.