સુરત-સચીન, પુલીસ સુત્રો ના મળતી મહિતી પ્રમાણે પોલીસને બાતમી મળી હતી કે, મનોહરલાલ બિશ્નોઇ તેના ઘરે ગેરકાયદેસર રીતે પોશ ડોડાનો વેપાર કરે છે. આ બાતમીના આધારે, પોલીસે તેના ઘર પર દરોડો પાડ્યો હતો. મનોહરલાલ ભગવાનરામ બિશ્નોઇ (ઉંમર 24) રહે. ઘર નં. 1650, આનંદ મંગલ સોસાયટી, ગુ.હા. બોર્ડ, કનકપુર, કનસાડ, સચિન, સુરત શહેર. તે મૂળ રાજસ્થાનના જાલોર જિલ્લાના રાણીવાડા ગામનો વતની છે.સુરત શહેર ઝોન 6 એલ.સી.બી ટીમ અને સચિન પોલીસે સંયુક્ત ઓપરેશનમાં નશાના કાળા કારોબારનો પર્દાફાશ કર્યો છે. સચિન જી.આઈ.ડી.સી. વિસ્તારમાં પુઠા કટિંગ કરનાર એક યુવક પાસેથી ગેરકાયદેસર રીતે પોશ ડોડા (પોપીસ્ટ્રો)નો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.પોલીસને આરોપી પાસેથી વગર પાસ-પરમિટના પોશ ડોડા (પોપીસ્ટ્રો) 0.688 કિલોગ્રામ, જેની કિંમત 10,320, પોશ ડોડા (પોપીસ્ટ્રો)નો ઝીણો ભૂક્કો 0.355 કિલોગ્રામ, જેની કિંમત 5,325, ઇલેક્ટ્રિક મિક્સર સ્ટીલના જાર, ડિજિટલ કાંટો મળી તમામ માલસામાનની કુલ કિંમત 53,055 જપ્ત કરાયો છે.
