પાદરા-જંબુસર વચ્ચે મહિસાગર નદી પર આવેલો 40 વર્ષ જૂનો ગંભીરા બ્રિજ તૂટી પડતાં કુલ 7 જેટલા વાહનો નદીમાં ખાબક્યા હતા. જ્યારે એક ટ્રક બ્રિજ પર લટકતી ગયો હતો. સમગ્ર ઘટનાની જાણ થતાં જ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. તાત્કાલિક તંત્ર અને સ્થાનિકોની મદદથી મોટાપાયે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું. આ દુર્ઘટનાના ઈજાગ્રસ્તો અને મૃતકોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરાઈ છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 12 લોકોના મોતની સત્તાવાર માહિતી મળી છે. જ્યારે 10થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયાની માહિતી કલેક્ટરે આપી હતી. ઈજાગ્રસ્તોને પાદરા અને વડોદરા સહિતની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે.




મૃતકોના નામ
- વખત સિંહ મનુભાઈ જાદવ (35 વર્ષ) રહે. કહાનવા, તા.જંબુસર
- કાનજીભાઈ મેલાભાઈ માછી (70 વર્ષ) રહે.ગંભીરા, તા.આણંદ
- પ્રવીણ લાલજીભાઈ જાદવ (33 વર્ષ) ઉદેવ, ખંભાત
- રમેશ રાવજીભાઈ પઢીયાર (38 વર્ષ) મુજપુર, પાદરા
- હસમુખભાઈ મહીજીભાઈ પરમાર (40 વર્ષ) હર્ષદપુરા, મજાતણ, પાદરા
- નૈતિક રમેશભાઈ પઢીયાર (2 વર્ષ) મુજપુર, પાદરા
- વૈદિકા રમેશભાઈ પઢીયાર (6 વર્ષ) મુજપુર, પાદરા
- રાજેશ ઈશ્વર ચાવડા (26 વર્ષ) દેવાણ, તા.આકલાવ
- પર્વત ભગવાનભાઈ વાગડિયા (20 વર્ષ) સરસવા, મહીસાગર ઉત્તર
- જશભાઈ શંકરભાઈ હરીજન (65 વર્ષ) ગંભીરા, આંકલાવ
ઇજાગ્રસ્તોના નામ
- નરેન્દ્રસિંહ રતનસિંહ પરમાર (45 વર્ષ) દેહગામ, ગાંધીનગર
- ગણપતસિંહ માનસિંહ રાજપુત (40 વર્ષ) રાજસ્થાન
- રાજુભાઈ દોડાભાઈ (30 વર્ષ) દ્વારકા, નાની શિરડી
- સોનલબેન રમેશભાઈ પઢિયાર (35 વર્ષ) મુજપુર,પાદરા
- અરવિંદભાઈ મહીજીભાઈ પરમાર – મજાતણ, પાદરા
- દિલીપભાઈ રામસિંહ પઢિયાર (35 વર્ષ), નાની શેરડી
- મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રને જોડતો આ બ્રિજ આણંદ અને વડોદરા જિલ્લાને જોડવામાં પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. માહિતી અનુસાર એક ટ્રક, એક બોલેરો અને એક બાઇક સહિત પાંચ વાહનો નદીમાં ખાબક્યા હોવાના અહેવાલ છે. આ મામલે ખુદ કલેક્ટરે ઘટનાની જાણકારી આપી છે. જ્યારે કોંગ્રેસના દિગ્ગજ નેતા અમિત ચાવડાએ પણ એક્સ પર પોસ્ટ કરીને ઘટનાના વીડિયો શેર કર્યા હતા.