Home GUJARAT અતુલ ફાઉન્ડેશન અંકલેશ્વર દ્વારા અતુલ કંપની પર વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

અતુલ ફાઉન્ડેશન અંકલેશ્વર દ્વારા અતુલ કંપની પર વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

15
0

અંકલેશ્વર, તા. ૮ જુલાઈ ૨૦૨૫ – પર્યાવરણના સંરક્ષણ અને સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ ફેલાવવા માટે અતુલ ફાઉન્ડેશન, અંકલેશ્વર દ્વારા અતુલ કંપનીના પ્રાંગણમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે અતુલ કંપનીના હેડ શ્રી શ્યામલ ડે, HR મેનેજર શ્રીમતી નમ્રતા મેડમ તથા શ્રી પ્રવીણ મોરે સરના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું.

આ કાર્યક્રમ “મેગા પ્લાન્ટેશન ડ્રાઇવ – સંજીવની” અંતર્ગત યોજાયો હતો, જેમાં સાત દિવસના ગાળામાં એક લાખથી વધુ વૃક્ષો વાવવાના લક્ષ્ય સાથે સમગ્ર આયોજન કરવામાં આવ્યું છે. આ અભિયાન ૨ જુલાઈથી ૮ જુલાઈ, ૨૦૨૫ સુધી ચાલશે.

અતુલ કંપનીના અંકલેશ્વર કેમ્પસમાં આ પ્રસંગે આંબો, લીમડો, જમરૂખ, સીતાફળ, સરગવો, કરમદા, સેતુર, પીપળો, રિઝર્વ ટી, ગુલમહોર વગેરે જેવા અનેક જાતના વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે શ્રી સલીમ કડીવાલા, શ્રી જયેશભાઈ શુક્લા તેમજ કંપનીના કર્મચારીઓ અને સ્ટાફ સભ્યો મોટી સંખ્યામાં હાજર રહી કાર્યક્રમને ઉત્સાહપૂર્વક સફળ બનાવ્યો હતો.

પર્યાવરણ જાળવવા અને ઓક્સિજનનું પ્રમાણ વધારવા માટે આવા કાર્યક્રમો એક મહત્વપૂર્ણ પગલું છે. અતુલ ફાઉન્ડેશન દ્વારા આયોજિત આ કાર્યક્રમ પર્યાવરણીય જાગૃતિ માટે ઉત્તમ ઉદાહરણરૂપ બની રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here