Home CRIME યુ-51 નંબરની પુરવઠા વિભાગના નિયમોની ધજાગરા ઉડાવી, તોલાદ અને હેલ્પર દ્વારા મોટા...

યુ-51 નંબરની પુરવઠા વિભાગના નિયમોની ધજાગરા ઉડાવી, તોલાદ અને હેલ્પર દ્વારા મોટા પાયે 7.24 લાખની છેતરપિંડી આચરવામાં આવી.

5
0

સુરતના ઉધના વિસ્તારમાં આવેલી યુ-51 નંબરની સરકારી અનાજની દુકાનમાં પુરવઠા વિભાગના નિયમોની ધજાગરા ઉડાવી, તોલાદ અને હેલ્પર દ્વારા મોટા પાયે છેતરપિંડી આચરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. પુરવઠા વિભાગે દુકાન પર દરોડા પાડીને 7.24 લાખની ગેરરીતિ પકડી પાડી હતી. આ મામલે પુરવઠા વિભાગે દુકાનના સંચાલક અલ્પેશ મનહર સોની અને તોલાદ સુનિલ શ્યામલાલ સુયલ વિરુદ્ધ પાંડેસરા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.

તપાસમાં બહાર આવ્યું છે કે, સંચાલક અલ્પેશ સોની છેલ્લા બે મહિનાથી કેનેડામાં હોવા છતાં, તોલાદ સુનિલે તેની નકલી ફિંગર પ્રિન્ટનો ઉપયોગ કરીને સરકારી સોફ્ટવેરમાં લોગીન કરતો હતો અને ગ્રાહકોને અનાજ આપવાને બદલે મોટા પ્રમાણમાં અનાજનો જથ્થો સગેવગે કરી દીધો હતો.તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, સંચાલકની ગેરહાજરીમાં તોલાદ સુનિલ અને હેલ્પર દ્વારા અનાજનું વિતરણ થતું હતું. સુનિલે સંચાલકની નકલી ફિંગર પ્રિન્ટ બનાવી હતી અને તેનો ઉપયોગ કરીને સોફ્ટવેરમાં લોગીન કરતો હતો. ગ્રાહકોના ફિંગર પ્રિન્ટ લઈને રસીદો કાઢવામાં આવતી, પરંતુ તે ગ્રાહકને આપવાને બદલે અનાજ સગેવગે કરવામાં આવતું. તપાસમાં 221.500 કિલો ઘઉં, 123 કિલો ચોખા, 9.200 કિલો ખાંડ, 11 કિલો ચણા અને 139 કિલો તુવેર દાળની ઘટ મળી આવી, જેની કુલ કિંમત 6,29,250 હતી. આ ઉપરાંત, ખોટી રીતે 60,000 નું કમિશન પણ મેળવી લેવામાં આવ્યું હતું. પુરવઠા વિભાગના મામલતદાર આશિષ નાયકે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

સરકારી અનાજની દુકાનમાં 7.24 લાખની છેતરપિંડી ઉધના ગાયત્રી સોસાયટી સ્થિત અમર રત્ન એપાર્ટમેન્ટમાં રહેતા અલ્પેશ સોનીએ પુરવઠા વિભાગમાંથી સરકારી અનાજની દુકાનનો પરવાનો મેળવી યુ-51 નંબરની દુકાન ચલાવતા હતા. સરકારી નિયમ મુજબ, અનાજ વિતરણ માટે સંચાલકે પુરવઠા વિભાગના સોફ્ટવેરમાં લોગીન કરવું અને લાભાર્થીના ફિંગર પ્રિન્ટ લઈને ફૂડ કુપન કાઢવી અનિવાર્ય છે. જોકે, યુ-51 નંબરની દુકાનમાં ગેરરીતિ ચાલતી હોવાની ફરિયાદને પગલે 23 જૂને પુરવઠા વિભાગની ટીમે દરોડા પાડ્યા હતા.

પુરવઠાના નિયમોની એસીતૈસી કરીને તોલાદ અને હેલ્પર દ્વારા ચલાવવામાં આવતી ઉધનામાં આવેલી યુ-51 નંબરની સરકારી અનાજની દુકાન પર પુરવઠા વિભાગે દરોડા પાડીને રૂ.7.24 લાખની છેતરપિંડી પકડી પાડી હતી. પુરવઠા વિભાગે સંચાલક અને તોલાદ વિરૂદ્ધ પાંડેસરા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

ઉધના ગાયત્રી સોસાયટી ખાતે આવેલા અમર રત્ન એપાર્ટમેન્ટમાં રહેતા અલ્પેશ મનહર સોનીએ પુરવઠા વિભાગમાંથી સરકારી અનાજની દુકાનનો પરવાનો મેળવ્યો હતો. તેમને ઉધનામાં આવેલી યુ-51 નંબરની દુકાન ફાળવવામાં આવી છે. સરકારી અનાજમાં ગેરરીતિ ન થાય તે માટે સંચાલકે પુરવઠા વિભાગના સોફ્ટવેરમાં લોગીંન કરીને બાદમાં લાભાર્થીને અનાજ આપવાનું હોય છે. સાથે અનાજ આપતી વખતે લાભાર્થીના ફિંગર પ્રિન્ટીથી ફુડ કુપન કાઢીને અનાજ આપવાનું હોય છે.ઉધનાની યુ-51 નંબરની દુકાનમાં ગેરરીતિ ચાલતી હોવાની ફરિયાદને પગલે તા.23 જુન ના રોજ પુરવઠા વિભાગની ટીમે આ દુકાન પર દરોડા પાડ્યા હતા. અને તપાસ કરતા તોલાદ સુનિલ શ્યામલાલ સુયલ (રહે, જલારામનગર ગુ.હા. બોર્ડ પાંડેસરા) અને હેલ્પરની મદદથી અનાજનુ વિતરણ કરવામાં આવતું હતું. વિતરણ માટે સંચાલક ન હોવા છતાં તેની ફિંગર પ્રિન્ટના આધારે સરકારી સોફ્ટવેરમાં લોગીંન કરતો હતો. જ્યારે લાભાર્થીઓને અનાજ આપવા માટે ફિંગર પ્રિન્ટના આધારે ફુડ રસીદ કાઢતો હતો.આ રસીદ ગ્રાહકને આપવાને બદલે પોતાની રીતે અનાજ આપતો હતો. પુરવઠા વિભાગની ટીમે તપાસ કરતા તપાસ કરતા 221.500 કિલો ઘઉં, 123 કિલો ચોખા,9.200 કિલો ખાંડ, 11 કીલો ચણા અને 139 કિલો તુવેરની ઘટ મળી આવી હતી. આ રૂ.6,29,250ની કિંમતની અનાજે વગે કરી દીધું હતું. જ્યારે સરકાર પાસેથી ખોટી રીતે રૂ.60 હજારનું કમીશન લઇ લીધું હતું. બનાવ અંગે પુરવઠા વિભાગના મામલતદાર આશિષ નાયકે પાંડેસરા પોલીસમાં સંચાલક અલ્પેશ અને તાલોદ સુનિલ વિરૂદ્ધ રૂ.7,24,535ની છેતરપિંડીની ફરિયાદ નોધાવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here