મંદિરમાં સફાઈ કામ માટે આવતી પરિણીતાને લગ્નનો વાયદો કરી ત્રણ વર્ષ ભોગવી તરછોડી
પૂજારીને મંદિરમાંથી કાઢી મુકાયો, હાલ વોચમેનની નોકરી કરે છે
સુરતઃ અઠવાલાઇન્સ પોલીસે પરિણીતા પર અવારનવાર દુષ્કર્મ ગુજારનાર નાનપુરા ખાતે આવેલા નાવડી ઓવારના રામજી મંદિરના પૂજારીની ધરપકડ છે. ભોગ બનનાર પરિણીતા મંદિરમાં સફાઈકામ કરવા આવતી હતી. દરમિયાન આરોપી પૂજારી સાથે તેની આંખ મળી ગઈ હતી. ત્યારબાદ તેણીને લગ્નની લાલચ આપી છેલ્લા ત્રણ વર્ષથી તેણીને ભોગવ્યા બાદ લગ્ન નહિ કરી પરિણીતાને તરછોડી દીધી હતી.શહેરના નાનપુરા નાવડી ઓવાર પર રામજી મંદિર આવ્યું છે. જ્યા બિહારના સીતામઢી જિલ્લાનો વતની વિવેકકુમાર પ્રતિહસ્ત પૂજારી તરીકે સેવા આપી રહયા છે.દરમિયાન મંદિરમાં સફાઈકામ માટે એક પરિણીતા આવતી હતી.દરમિયાન પૂજારી વિવેકકુમાર સાથે આંખ મળી ગઈ હતી.ત્યારબાદ પરિણીતાને લગ્નની લાલચ આપી છેલ્લા ત્રણ વર્ષથી તેણીને ભોગવ્યા બાદ લગ્ન નહિ કરી પરિણીતાને તરછોડી દીધી હતી.

ચાર સંતાનોની માતાને પૂજારીએ પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી શારીરિક શોષણ કરી તરછોડી દીધી હતી. પૂજારીએ મહિના પહેલા અન્ય યુવતી જોડે લગ્ન કરી લીધા હતા. આ અંગે પરિણીતાએ અઠવાલાઈન્સ પોલીસમાં ફરિયાદ આપી છે. જેના આધારે મંદિરના પૂજારી વિવેકકુમાર પ્રતિહસ્ત(26)(રહે,પલસાણા, મૂળ રહે,રીંગા,બિહાર)ની સામે રેપનો ગુનો નોંધી ધરપકડની કાર્યવાહી કરી છે. અગાઉ નાનપુરામાં રહેતી 37 વર્ષીય પરિણીતા નાનપુરાના એક મંદિરમાં સાફ-સફાઈનું કામ કરતી હતી તે વખતે મંદિરના પૂજારીએ તેને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી હતી.
પૂજારીએ પરિણીતાને લગ્નની લાલચ આપી પહેલા મંદિરના પહેલા માળે રૂમમાં લઈ જઈ શારીરિક સંબંધ બાંધ્યો હતો. પરિણીતાને પાંડેસરા અને ઉધનાની હોટેલોમાં લઈ જઈ શારીરિક સંબંધ બાંધ્યો હતો. પૂજારીએ પરિણીતાને લગ્નની લાલચ આપી બાદમાં લગ્ન નહિ અન્ય યુવતી જોડે મહિના પહેલા લગ્ન કરી લીધા હતા. પૂજારીની ગંદી હરકતને કારણે તેને મંદિરમાંથી કાઢી મુકવામાં આવ્યો છે અને હાલમાં તે સિક્યુરિટી ગાર્ડ તરીકે પાંડેસરામાં નોકરી કરે છે.
જોકે હવસનો શિકાર બનેલી પરિણીતાએ ન્યાય માટે અઠવાલાઇન્સ પોલીસનો સંપર્ક કરી આપબીતી જણાવી હતી.જેથી પોલીસે પરિણીતાની ફરિયાદના આધારે બળાત્કારનો ગુનો દાખલ કરી રામજી મંદીરના આરોપી પૂજારી વિવેકકુમાર પ્રતિહસ્તની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.