Home GUJARAT મહાપાલિકાના વિવાદી તત્કાલીન સિટી ઇજનેર અક્ષય પંડ્યાને પાલિકા દ્વારા શો-કોઝ નોટિસ ફટકારવામાં...

મહાપાલિકાના વિવાદી તત્કાલીન સિટી ઇજનેર અક્ષય પંડ્યાને પાલિકા દ્વારા શો-કોઝ નોટિસ ફટકારવામાં આવી

9
0

અક્ષય પંડ્યાએ શો-કોઝ નોટિસનો જવાબ આપવા 90 દિવસ માગ્યા

મહાપાલિકાના વિવાદી તત્કાલીન સિટી ઇજનેર અક્ષય પંડ્યાને પાલિકા દ્વારા શો-કોઝ નોટિસ ફટકારવામાં આવી હતી ત્યારે પણ અઠવાડિયા નો જવાબ આપવા તેમણે સમય માંડ્યો હતો. તેની ખાતાકીય તપાસ ચાલી રહી છે ત્યારે ઇન્ક્વાયરી વિભાગ દ્વારા અગાઉ ચાર્જશીટ ફટકારવામાં આવી હતી તેથી તેનો વકીલ સાથે પરામર્શ બાદ જવાબ રજુ કરવા ફરી ત્રણ મહિના જેટલો સમય માંગ્યો છે. તેમના નિવૃત્તિના લાભો પર હાલ રોક લાગી ગઈ છે.

વિગતો મુજબ સ્થાયી સમિતિમાં ગત 12 જૂન 2023ના રોજ કોમ્પ્રિહેન્સીવ માસ્ટર પ્લાન અંગેની દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી. જેમાં, સમિતિએ બે એજન્સી છતાં એકમાત્ર કન્સલ્ટન્ટ કંપની ગ્રીન ડિઝાઈન એન્ડ એન્જિનિયરીંગ સર્વિસિસ પ્રા.લી.ને પાંચ વર્ષ માટે સુએઝ અને સ્ટ્રોર્મ ડ્રેનેજની કામગીરી સોંપવાનો વિવાદિત ઠરાવ કરી દેવામાં આવ્યો હતો. આ દરખાસ્ત હાઇડ્રોલિક વિભાગ દ્વારા કમિશનરને રજૂ કરી દેવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here