પહેલા દુષ્કર્મ ની ઘટના માં ભોગ થનાર હવે યુવતીઓ કિશોરનું શરીર શોષણ ની સુરત માં બીજી ઘટના બની જે ચર્ચાઓમાં લિંબાયતની 19 વર્ષીય યુવતીની લસ્ટ સ્ટોરી સામે આવતા ચર્ચાનું કેન્દ્ર બની છે. આ યુવતી 17 વર્ષીય કિશોરનું અપહરણ કરી ગઇ હતી. મહારાષ્ટ્રનાં જલગાંવ જિલ્લામાં બે મહિના સુધી એક ઝૂંપડામાં રાખી તેનું યૌનશોષણ કર્યાનું બહાર આવતાં પોલીસે તેની ધરપકડ કરી હતી. ભાગતા પહેલા અને ભાગ્ય બાદ પણ અનેકવાર શરીર સંબંધ બાંધ્યા હોવાની સગીરની કબૂલાત આધારે યુવતી વિરુદ્ધ પોક્સોની અલગ-અલગ કલમનો ઉમેરો કરવામાં આવ્યો છે.17 વર્ષના કિશોરને અગાઉ તેની જ સોસાયટીમાં રહેતી 19 વર્ષની યુવતીએ પ્રેમજાળમાં ફસાવી અવારનવાર શરીર સંબંધ બાંધ્યો હતો અને બે મહિના અગાઉ તેને લગ્નની લાલચ આપી હું કંઈ કરી લઈશ એવી ધમકી આપી ભગાવી ગઈ હતી. લિંબાયત પોલીસે કિશોરના મિસીંગની તપાસ દરમિયાન મળેલી હકીકતના આધારે આ બનાવમાં યુવતી વિરુદ્ધ અપહરણનો ગુનો નોંધી બંનેને તેઓ બે દિવસ પહેલા સુરત પરત આવતા ઝડપી પાડી યુવતીની ધરપકડ કરી હતી.

સગીરાના પિતાની ફરિયાદ આધારે પોલીસે અજાણ્યા વિરુદ્ધ અપહરણનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. દરમિયાન, પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે સગીર અને તેનો પરિવાર અગાઉ જયાં રહેતો હતો તે લિંબાયત શિવકૃપા સોસાયટીમાં રહેતી 19 વર્ષીય યુવતી પણ તેના ઘરેથી તે સમયે જ ગાયબ છે.પોલીસે બંનેની શોધખોળ શરૂ કરી હતી અને બે દિવસ અગાઉ તેઓ સુરત પરત ફરતા બંનેને ઝડપી પાડ્યા હતા.
બંને એકબીજાના ઈન્સ્ટાગ્રામથી સંપર્કમાં આવ્યા હતા અને તેમાં મેસેજ અને ફોન દ્વારા એકબીજા સાથે વાતચીત કરતા હતા. ત્રણેક મહિના પહેલા સગીર તેના ઘરે એકલો હતો ત્યારે યુવતી મળવા આવી હતી. યુવતીએ તેને અડપલાં કરી શરીર સંબંધ બાંધ્યો હતો.યુવતીએ સગીરને ‘હું કંઈ કરી લઈશ’ એવી ધમકી આપી ભગાવી ગઈ હતી. તેઓ પહેલા ઉજ્જૈન ગયા હતા અને ત્યાં ત્રણેક દિવસ રોકાઈને તેઓ જલગાંવના ભડગાંવ ખાતે પતિ-પત્નીની જેમ રહેતા હતા. ત્યાં બંને વચ્ચે અવારનવાર શરીર સંબંધ બંધાયો હતો. લિંબાયત પોલીસે શિવાંશની કબૂલાતના આધારે આ બનાવમાં વિવિધ કલમનો ઉમેરો કરી યુવતીની ધરપકડ કરી હતી.
પોલીસ પકડે નહિ તે માટે સગીરને ફોન તેના ઘરે જ મૂકવા જણાવ્યું હતું. પોલીસે પહેલા સગીર ગુમ થયો ત્યારે પોલીસે માત્ર અપહરણની કલમ 137(2) મુજબ ગુનો નોંધ્યો હતો. સગીર સાથે યુવતીએ દુષ્કર્મ કર્યાનું બહાર આવતાં કોર્ટમાંથી મંજૂરી લઇ પોલીસે પોક્સોની કલમ 4, 6, 8 અને 12નો ઉમેરો કર્યો હતો.