ક્રૂર રીતે હત્યા કરનાર બીજું કોઈ નહીં પણ તેનો જ પ્રેમી હતો.
આરોપી હત્યા કર્યા પછી બિહાર અને ત્યાંથી નેપાળ સુધી ભાગી ગયો હતો, ફરી થી બિહાર આવતા તેની ધરપકડ કરવામાં આવી હતી.
મુન્નીદેવીનું એક યુવાન અરમાન છોટેબાબુ હાસમી (ઉ.વ. 21) સાથે પ્રેમસંબંધ હતો.
ઝઘડાઓથી કંટાળેલા અરમાને મહિલા ની હત્યા કરી હતી.
સુરત સચિન GIDC વિસ્તારમાં આવેલા રામેશ્વર કોલોનીની ઝાડીઓ વચ્ચે મળી આવેલી અજાણી મહિલાની અંગે સુરત ક્રાઈમ બ્રાંચ ખુલાસો કર્યા કે થયો છે કે, તેની ક્રૂર રીતે હત્યા કરનાર બીજું કોઈ નહીં પણ તેનો જ પ્રેમી અરમાન હતો.

સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચે તપાસ કરી આ ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે.આરોપી હત્યા કર્યા પછી બિહાર અને ત્યાંથી નેપાળ સુધી ભાગી ગયો હતો થી તેને બિહાર માં ધરપકડ કરવામાં આવી હતી.08 મેના રોજ સચિન GIDC પોલીસ સ્ટેશનની હદમાં રામેશ્વર કોલોની નજીક એક મહિલાની લાશ મળી આવી હતી. મહિલાના માથા અને ચહેરા પર ગંભીર ઈજાઓ હતી, જે જોઈને પોલીસને તરત શંકા ગઈ કે, આ કોઈ સામાન્ય મોત નહીં પરંતુ એક ક્રૂર હત્યાનું કૃત્ય છે. મહિલાની ઓળખ ન થવાથી સમગ્ર સુરત શહેરમાં ચકચાર મચી હતી અને પોલીસ દોડધામમાં લાગી ગઈ હતી. શહેર ક્રાઈમ બ્રાન્ચે ગુનાની ગંભીરતા જોતા અલગ-અલગ ટીમો બનાવીને તાબડતોબ તપાસ શરૂ કરી. લગભગ 5આસપાસ નાં બધા જ CCTV કેમેરા ચકાસવામાં આવ્યા અને ખાનગી બાતમીદારોના સહયોગથી આખરે મૃતકની ઓળખ મુન્નીદેવી ચૌહાણ (ઉ.વ. 35) તરીકે થઈ હતી. મુન્નીદેવી મૂળ બિહારના ઓરંગાબાદ જિલ્લાના ચંદોલી ગામની વતની હતી અને હાલમાં સુરતના સચિન GIDC વિસ્તારમાં શિવનગરમાં ભાડે રહેતી હતી.



પોલીસ તપાસમાં સામે આવ્યું કે મુન્નીદેવીનું એક યુવાન અરમાન છોટેબાબુ હાસમી (ઉ.વ. 21) સાથે પ્રેમસંબંધ હતો. બંને અલગ ભાડાના મકાનમાં મળતા હતાં. છેલ્લા થોડા મહિનાથી બંને વચ્ચે અવરનવર અવિશ્વાસ અને ઝઘડાઓ એટલા વધી ગયા હતા. મુન્નીદેવી પોતાના પ્રેમી અરમાન પર શંકા કરતી હતી, જેને કારણે સંબંધમાં તણાવ વધી રહ્યો હતો. ઝઘડાઓથી કંટાળેલા અરમાને એક દિન મુન્નીદેવીને બોલાવી સચિન GIDCની રામેશ્વર કોલોની પાસે આવેલા એકાંત વિસ્તારમાં લઇ ગયો. ઝાડીઓ વચ્ચે તેણે લોખંડની સળિયાથી તેના માથાના આગળ અને પાછળ ભાગે ઘા કરીને તેની નિર્મમ હત્યા કરી નાખી હતી. હત્યા બાદ આરોપી ત્યાંથી ભાગી છૂટયો હતો.
આરોપી મૂળ સપહી, થાણા બ્રહ્મપુર, જિલ્લો બકસર – બિહારનો રહેવાસી છે. પોલીસે તેની ધરપકડ કરીને તેને સચિન GIDC પોલીસ સ્ટેશનના હવાલે કર્યો છે. હાલ વધુ પૂછપરછ તેમજ કાયદેસર કાર્યવાહી કરવામાં આવી રહી છે.