ફરિયાદીએ તા. 20/11/2018 ના રોજ વડોદરા શહેર એ.સી.બી. માં ફરીયાદ આપતા ફરીયાદ અનુસંધાને તા. 21/11/2018 ના રોજ બે સરકારી પંચો સાથે આરોપી વિરુધ્ધ ટ્રેપીંગ અધિકારીએ છટકુ ગોઠવતા લાંચિયા અધિકારીએ લાંચની રકમ સ્વીકારેલ નહિ અને છટકુ નિષ્ફળ જાહેર કરવામાં આવ્યું હતું. જેની ખુલ્લી તપાસ માંગતા તપાસ દરમ્યાન ફરિયાદી અને આરોપી વચ્ચે થયેલ વાતચીતના રેકોર્ડીંગનો ટેમ્પરીંગ સર્ટીફીકેટ આવતા આરોપીએ ફરિયાદી પાસે રૂપિયા 1,50,000/- ની લાંચની માંગણી કરેલ હોવાનું વૈજ્ઞાનીક ઢબે સાબીત થયું. જે અનુસંધાને ગુનો દાખલ કરવા અંગે હુકમ થતા આરોપી કૌશીક શાંતીલાલ પરમાર વિરુદ્ધ વડોદરા શહેર એ.સી.બી. પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

ફરિયાદ ની વિગત એ રીતે છે.કે વડોદરા મહાનગર સેવા સદનના નાયબ કાર્યપાલક ઇજનેર (વર્ગ-2) કૌશિક શાંતીલાલ પરમારે વર્ષ 2018માં વડોદરા મહાનગર પાલીકા ખાતે આજવા રોડ બેલેન્સીંગ રીજવાયરનું ઓપરેશન અને મેન્ટનન્સનું ત્રણ વર્ષનું કામ આશરે રૂપીયા 60,00,000/- નું વડોદરા મહાનગર પાલિકા ધ્વારા ટેન્ડર બહાર પાડેલ જે કામ કરવા માટે ફરિયાદીએ ઓનલાઇન ટેન્ડર ભર્યું હતું.આ કામના આરોપી નાયબ કાર્યપાલક ઇજનેર (વર્ગ-2) કૌશિક શાંતીલાલ પરમારે ફરિયાદીનો સંર્પક કરી તમારું ટેન્ડર મંજુર થયું છે જેના 5 ટકા પ્રમાણે રૂપિયા ત્રણ લાખની માંગણી કરી હતી. જે બાદ ફરિયાદીએ અગાઉ રૂ. 1,50,000/- કૌશિક શાંતીલાલ પરમારને આપ્યા હતા. પરંતુ ફરિયાદીનું કામ ન થતા તેણે નાયબ કાર્યપાલક ઇજનેર (વર્ગ-2) કૌશિક શાંતીલાલ પરમારનો સંર્પક કરતા લાંચિયા અધિકારીએ જણાવ્યું હતું કે બાકીના રૂ. 1,50,000/- આપી દો. જેનું રેકોર્ડીંગ ફરિયાદીએ કરી લીધું હતું.જેની ખુલ્લી તપાસ માંગતા તપાસ દરમ્યાન ફરિયાદી અને આરોપી વચ્ચે થયેલ વાતચીતના રેકોર્ડીંગનો ટેમ્પરીંગ સર્ટીફીકેટ આવતા આરોપીએ ફરિયાદી પાસે રૂપિયા 1,50,000/- ની લાંચની માંગણી કરેલ હોવાનું વૈજ્ઞાનીક ઢબે સાબીત થયું. જે અનુસંધાને ગુનો દાખલ કરવા અંગે હુકમ થતા આરોપી કૌશીક શાંતીલાલ પરમાર વિરુદ્ધ વડોદરા શહેર એ.સી.બી. પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.