બીચ પર જવાનું કહી યુવતીને બોલાવી, કારમાં માદક પીણું કોલ્ડ્રીંક પીવડાવ્યું
ઈન્સ્ટાગ્રામમાં સંપર્કમાં આવ્યા બાદ ફોન નંબરની આપલે થઈ.
સુરત,ભાજપના વોર્ડના નબર ૮ મહામંત્રી આદિત્ય ઉપાધ્યાય અને તેનો મિત્ર ગૌરવસિંહ રાજપૂત 23 વર્ષીય યુવતીને માદક પીણું પીવડાવી અર્ધબેભાન હાલતમાં કારમાં જહાંગીરપુરાની એક ઓયો હોટલમાં લઈ ગયા હતા. અહીં બન્નેએ યુવતી પર વારાફરતી દુષ્કર્મ આચર્યું હતું. ભાનમાં આવ્યા બાદ યુવતીએ તરત પોલીસનો સંપર્ક કર્યો હતો અને ફરિયાદ નોંધાવી હતી. પોલીસે બન્ને સામે ગુનો દાખલ કરી ધરપકડ કરી છે.


આ મામલે યુવતીના જણાવ્યા મુજબ, જહાંગીરપુરા પોલીસે આરોપી ગૌરવસિંહ રાજપૂત અને આદિત્ય ઉપાધ્યાય સામે બી.એન.એસ,૨૦૨૩ની કલમ ૭૦(૧), ૭૫(૨), ૧૨૩ મુજબ ગેંગરેપનો ગુનો દાખલ કરીને બંનેને ધરપકડ કરી છે.આ સાથે પોલીસ દ્વારા હોટલના સીસીટીવી ફૂટેજ, કારની વિગત, કોલ રેકોર્ડ અને યુવતીનાં નિવેદનોના આધારે વધુ તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે. મુખ્ય આરોપી આદિત્ય ઉપાધ્યાય સ્થાનિક ભાજપમાં વોર્ડ નં. 8ના મહામંત્રી તરીકે કાર્યરત હતો. જ્યારે સમગ્ર મામલો બહાર આવ્યો ત્યારે સુરતમાં ભારે ચર્ચા થવા લાગતાં BJP સુરત શહેર પ્રમુખ પરેશ પટેલે તરત જ પગલાં લેતાં આદિત્ય ઉપાધ્યાયને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધો છે.

જે ભાજપના વોર્ડ નંબર 8નો મહામંત્રી તરીકે કાર્યરત હતો. શરૂઆતમાં સામાન્ય વાતચીત બાદ બંને વચ્ચે સંવાદ વધુ ઘનિષ્ઠ બન્યો હતો. થોડાક દિવસ બાદ બીજા યુવક આદિત્ય ઉપાધ્યાય તરફથી પણ રિક્વેસ્ટ આવી હતી, જેને યુવતીએ સ્વીકારીને તેની સાથે પણ મેસેજ અને બાદમાં ફોન પર વાતચીત શરૂ કરી હતી. આ રીતે યુવતીએ બંને યુવકો સાથે મિત્રતા બાંધી ગઈ હતી.થોડા દિવસોમાં યુવતીએ બંનેને પોતાનો મોબાઈલ નંબર આપતાં ફોન પર અવારનવાર વાતો થતી રહી હતી.
ગૌરવસિંહ અને આદિત્ય ઉપાધ્યાયે તેને ફરવા માટે બીચ પર લઈ જવાનું કહ્યું હતું, જેના પગલે તે બીચ પર બંને સાથે ગઈ હતી. જોકે, આરોપીઓએ પૂર્વનિયોજિત રીતે તેનો વિશ્વાસ જીતી કોઈ અજાણ્યા બીચ પર લઈ ગયા હતા. ત્યાં પહોંચ્યા બાદ તેણીને પીવા માટે કોલ્ડ્રીંક આપ્યું હતું. આ પીણું પીધા બાદ યુવતી અશક્ત અને બેભાન જેવી થઈ ગઈ હતી. જેને જોતા બંને યુવક યુવતીને જહાંગીરપુરા કેનાલ રોડ આવેલી ઓયો હોટેલમાં લઈ ગયા હતા. જ્યાં યુવતીની અનુમતિ વગર બન્ને યુવકે વારાફરતી શારીરસંબંધ બાંધી ગેંગરેપ કર્યો હતો. દુષ્કર્મ બાદ આરોપીઓએ યુવતીને ફરી કારમાં બેસાડીને તેના ઘર નજીક છોડી દીધી હતી. જોકે ભાનમાં આવ્યા બાદ યુવતીએ તરત પોલીસનો સંપર્ક કર્યો હતો અને સમગ્ર ઘટનાની વિગતો આપી હતી.