Home CRIME સુરત પાંડેસરા ની OYO હોટલમાંથી યુવતીની શંકાસ્પદ હાલતમાં લાશ મળી,હત્યા થઈ હોવાનો...

સુરત પાંડેસરા ની OYO હોટલમાંથી યુવતીની શંકાસ્પદ હાલતમાં લાશ મળી,હત્યા થઈ હોવાનો શંકા

4
0

પાંડેસરા સ્નોપાર્ક ગેસ્ટહાઉસ-કમ-હોટલના રૂમ નં.205માં લાકડાના કબાટના હેન્ડલ સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હતી.

સુરત,પાંડેસરાના ગેસ્ટહાઉસ કમ હોટલના રૂમમાં ગળેફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી છે. મૃતક યુવતીના ચાર મહિના પહેલા જ લગ્ન થયા હતા. પતિ સાથે અણબનાવ બનતા તે એક મહિનાથી પિયરમાં આવી ગઈ હતી. હોટલના રૂમમાંથી શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવતા પરિવારજનોએ હત્યા થયાનો આક્ષેપ કર્યો છે. રૂમમાં એક યુવકની હાજરી હોવાનો પણ પરિવારજનોનો આક્ષેપ છે.

પાંડેસરાના ગેસ્ટહાઉસ-કમ-હોટલના રૂમમાં ગળાફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવતાં ચકચાર મચી છે.

પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. સૂચિતા મોટા વરાછા ખાતે હતી દરમિયાન ગત 11 મે ના રોજ કોઈનો ફોન આવ્યો અને ઘરેથી નીકળી ગઈ હતી. ત્યારબાદ ગત રોજ સાંજે સાંજના સમયે પાંડેસરા સ્નોપાર્ક ગેસ્ટ હાઉસ કમ હોટલના રૂમ નં.205માં લાકડના કબાટના હેન્ડલ સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હતી.સુચિતાના માતાપિતા ઉધના વિસ્તારમાં આવેલા મકાનમાં રહે છે.સુચિતા પાંડેસરામાં ગેસ્ટ હાઉસમાં ક્યા કારણોસર ગઈ હતી તે પણ તપાસનો વિષય છે. વધુમાં મૃતકના પરિવારે આ બનાવ રહસ્યમય હોય શંકા વ્યક્ત કરી હતી. આ મામલે પાંડેસરા પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here