સચિન જીઆઇડીસી-ગભેણી રોડ સ્થિત કલરટેક્ષ લેબર કોલોની સામે ઝાડીમાંથી અજાણી મહિલાની લાશ મળી આવવાની ઘટનામાં.
મહિલા CCTV માં છેલ્લે યુવાન સાથે સ્કુટી ઉપર જતી નજરે પડી.
૩૨ વર્ષની મુન્નીદેવીને અરમાન હાશ્મી નામક યુવાન સાથે પ્રેમસબંધ હતો.
સચિન GIDC વિસ્તારમાં એક શંકાસ્પદ હત્યાના કેસે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી છે. સચિન જીઆઈડીસી-ગભેણી રોડ સ્થિત કલરટેક્ષ લેબર કોલોની સામે ઝાડીઝાંખરામાંથી ચાર દિવસ અગાઉ ૩૦ થી ૩૫ વર્ષીય અજાણી મહિલાની માથામાં ઈજાગ્રસ્ત લોહીલુહાણ હાલતમાં લાશ મળી આવી હતી. તલંગપુર વિસ્તારમાં રહેતી 30 વર્ષીય યુવતી મુન્નીદેવીનો મૃતદેહ મળી આવતા પોલીસે તપાસના ચક્ર ગતિમાન કર્યા છે. મુન્નીદેવી મૂળ બિહારની વતની હતી અને પતિ તથા બે દીકરાઓ સાથે રહેતી હતી. એક સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા. જે અંતર્ગત મૃતક મુન્નીદેવી ઉર્ફે સુમીતાકુમારી મુન્નાસીંગ ઠાકુર (ઉ.વ. ૩૨) અને તલંગપુર રોડના અંબિકાનગરમાં છેલ્લા બે મહિનાથી રહેતી હોવાનું બહાર આવ્યું હતું. સચીન પોલીસે CCTV ફૂટેજના આધારે જણાવ્યું છે કે, મૃતકને છેલ્લે અરમાન હાશમી નામના યુવાન સાથે બાઈક પર જતી નજરે પડી હતી.

બે મહિના અગાઉ પાંડેસરામાં રહેતી મુશીદેવીનો પતિ જીઆઇડીસીની મિલમાં નોકરી કરે છે અને બે સંતાન છે.
બે મહિનાથી તલંગપુર રોડ અંબિકાનગરમાં રહેતી મુન્નીદેવી ઉર્ફે સુમીતાકુમારી ઠાકુર સંતાન અને પતિને મુકીને અગાઉ બે વખત ભાગી ગઇ હતી
મુન્નીદેવીને છેલ્લા કેટલાક સમયથી અરમાન હાશ્મી નામના યુવાન સાથે પ્રેમસંબંધ હતો અને અગાઉ બે વખત તેની સાથે ભાગી ગઈ હતી. જે અંતર્ગત બે મહિના સુધી પ્રેમી સાથે રહ્યા બાદ પરત આવી હતી. જો કે હાલમાં અરમાન ગાયબ હોવાથી સંભવત હત્યા તેણે કરી હોવાની આશંકા સાથે પોલીસે તે દિશામાં તપાસ હાથ ધરી છે.
મહિલા બિહારના ઔરંગાબાદની વતની, પ્રેમી સાથે ઝઘડો કારણભૂત

પ્રાથમિક અનુમાન અનુસાર મુન્નીદેવી અને અરમાન હાશમી વચ્ચે પ્રેમસબંધ હતો .બંને વચ્ચે તકરાર થયાનો ખુલાસો થયો છે. એ જ તકરારનાં કારણે અરમાને આક્રોશમાં આવી બોથડ પદાર્થથી મુન્નીદેવી પર હુમલો કરી બેફામ માર મારી તેની હત્યા કરી નાખી. ત્યારબાદ આરોપી અરમાન ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો એવી આશંકાઓ હાલ સેવાઈ રહી છે. જેથી અરમાન હાશમી નામના યુવાન શોધખોળ ચાલુ છે. તેના ધરપકડ પછી જ સાચી હકકીત સામે આવશે.