માતા દ્રષ્ટિ નાયક સુરતની સ્થાનિક ચેનલમાં ન્યૂઝ એન્કર છે.
માહિતી બ્યુરો-સુરતઃ સોમવારઃ એકલા હાથે દીકરીને ઉછેરનાર સિંગલ મધર દ્રષ્ટિ નાયકની દીકરી પ્રાચી નાયકે ધો.૧૨ (સામાન્ય પ્રવાહ)માં ૯૦ % તેમજ ૯૮.૪૩ પર્સન્ટાઈલ મેળવ્યા છે.સાથે ઝળહળતી સફળતા મેળવી છે. સખ્ત મહેનત કરી ઉચ્ચ ગુણાંકે પાસ થનાર શારદાયતન સ્કુલની વિદ્યાર્થિની પ્રાચીએ કહ્યું કે, રોજના સાત કલાક વાંચનથી સિદ્ધિ મળી છે. આગામી સમયમાં બીસીએ કરવાની ઈચ્છા છે. સાથે જ જીપીએસસી અને યુપીએસસીની તૈયારી કરીને દેશની વહીવટી સેવા સાથે જોડાઈ કલાસ વન ઓફિસર તરીકે દેશસેવા કરવાની તમન્ના છે.

ભટાર વિસ્તારમાં પ્રાચીના માતા દ્રષ્ટિ નાયક સુરતની સ્થાનિક ચેનલમાં ન્યૂઝ એન્કર છે. પ્રાચીએ આઠ વિષયોના ૭૫૦ માંથી ૬૭૯ માર્ક્સ મેળવ્યા છે અને આઠમાંથી ૪ વિષયોમાં એ-વન ગ્રેડ મેળવ્યો છે. સ્ટેટેસ્ટિકસ વિષયમાં ૧૦૦માંથી ૯૯ ગુણ પ્રાપ્ત કર્યા છે. પ્રાચી જણાવે છે કે, મારી સફળતાના પાયામાં માતા દ્રષ્ટિબેન છે, જેમણે ખૂબ સંઘર્ષ કરીને એકલા હાથે ઉછેર કરીને મને ભણાવી છે, ત્યારે આગામી સમયમાં હું માતાના સપના પૂર્ણ કરીશ.