Home CRIME ડિમોલિશનની નકલી નોટિસ લગાવાતાં રહીશોમાં ભય

ડિમોલિશનની નકલી નોટિસ લગાવાતાં રહીશોમાં ભય

2
0

ગુજરાતમાં નકલીની બોલબાલા ઠેર ઠેર જોવા મળે છે. ત્યારે સુરત શહેરના ઉત્રાણ વિસ્તારમાં આવેલી તાપીનગર વિભાગ-૨ સોસાયટીમાં અચાનક કેટલાક મકાનોની દિવાલો પર ડિમોલીશનની નોટિસો લગાવવામાં આવી છે., જેના પગલે સ્થાનિક રહીશો ભયમાં આવી ગયા છે. ભારે ઊહાપોહ વચ્ચે હકીકત બહાર આવી છે કે આ નોટિસો નકલી છે – ન તો મનપા દ્વારા બહાર પાડવામાં આવી છે કે ન પોલીસનો તેમાં કોઈ રોલ છે. તાપીનગર વિભાગ-૨ જેવી મધ્યમ અને નીચલા વર્ગની વસાહતમાં વસતા રહીશોએ જ્યારે પોતાના ઘરોની બહાર તખ્તીઓ અને નોટિસો જોઈ કે જેમાં લખાયું હતું “મનપાની સૂચના મુજબ આ મકાન ૭ દિવસમાં તોડી પાડવામાં આવશે,” ત્યારે લોકોના પગ નીચેની જમીન ખસી ગઈ. નોટિસમાં મનપા અને પોલીસ બંનેના નામનો ઉલ્લેખ હતો અને કહેવામાં આવ્યું હતું કે દરેક ગલીમાંથી પાંચ મકાનો તોડવામાં આવશે.

પોલીસે બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખીને અજાણ્યા શખ્સો સામે IPC કલમ ૧૮૨, ૪૨૦, ૫૦૬ સહિતની જોગવાઈઓ હેઠળ ગુનો દાખલ કર્યો છે. CCTV ફૂટેજ, સોસાયટીના સાક્ષીઓ અને નોટિસની છાપાઈ અંગે તપાસ ચાલી રહી છે.

મનપા પણ જાણકારી મેળવી રહી છે કે ક્યાંકથી અંદરથી માહિતી તો લીક થઈ નથી. જેને લઈને  સ્થાનિકોમાં ભયનો માહોલ છવાયો હતો. મકાનો પર લગાવેલી નોટિસમાં લખ્યું હતું કે, ‘મનપાની સૂચના મુજબ આ મકાન 7 દિવસમાં તોડી પાડવામાં આવશે.’ આ મામલે રહીશો  SMC અને નજીકના પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા. આ પછી સ્થાનિકો જાણવા મળ્યું હતું કે, મહાનગર પાલિકાએ આ પ્રકારની કોઈ નોટિસ જાહેર ન કરી હોવાનું જણાવ્યું હતું. 

પોલીસ પાસે પહોંચ્યા હતા અને ફરિયાદ નોંધાવી હતી. પાલિકા તંત્રએ પણ ઝોનના ડી.સી.પી.ને જાણ કરી અને પોલીસ મથકમાં તપાસનાં ચક્રો ગતિમાન કર્યાં છે. હાલ પાલિકા અને પોલીસ મળીને સોસાયટીનું ચોક્કસ લોકેશન શોધીને આગળની તપાસ શરૂ કરી રહી છે. અધિકારીઓએ માન્યું છે કે કોઈક શખસે રહીશોને ડરાવવા કે ટીખળ કરવા માટે આ બોગસ નોટિસો લગાડી હશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here