સુરત શહેરના પુણાગામ વિસ્તારમાંથી લાપતા થયેલા 11 વર્ષીય વિદ્યાર્થી અને તેની 23 વર્ષીય શિક્ષિકા આખરે સાડા ચાર દિવસ બાદ પોલીસના હાથે પકડાઈ ગયા છે.

ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું હતું કે, શિક્ષિકાના નિવેદનમાં જાણવા મળ્યું હતું કે શિક્ષિકા દ્વારા આ વિદ્યાર્થીનું શારીરિક શોષણ કરવામાં આવતું હતું. હાલ તો આ નિવેદન આધારે વિદ્યાર્થી અને શિક્ષિકાનું મેડિકલ પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. આ સાથે જ પોકસો અને બીએનએસ કલમ 127 સહીત ની ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાલ ચાલી રહી છે.
સુરતથી વડોદરા, અમદાવાદ, જયપુર, દિલ્હી અને વૃંદાવન એમ 2200 કિ.મી. બસમાં ટ્રાવેલ કર્યું ને બાદમાં અમદાવાદ રવાના થતા સમયે રાજસ્થાન બોર્ડર પાસેથી ચાલુ બસમાં જ પોલીસે શિક્ષિકાને દબોચી લીધી હતી.પોલીસ દ્વારા શિક્ષિકાને પકડવા માટે અલગ-અલગ ટીમો તૈયાર કરવામાં આવી હતી ત્યારે પોલીસને મોબાઈલ નંબર ટ્રેસ કરતા એવી માહિતી મળી હતી કે, શિક્ષિકા વિદ્યાર્થી સાથે રાજસ્થાનથી ગુજરાત પરત આવી રહી છે ત્યારે આ માહિતીના આધારે પોલીસે રાજસ્થાન બોર્ડર પાસે શામળાજી પાસેથી શિક્ષિકા માનસીને ઝડપી પાડી હતી અને માનસી સાથે વિદ્યાર્થી પણ પોલીસને મળી આવ્યો હતો.