પાંડેસરા વિસ્તારમાં એક પુત્રી સાથે રહેતી ત્યકતાને લગ્નની લાલચ આપી મહારાષ્ટ્રથી સાથે રહેવા સુરત આવ્યા બાદ અનેક વખત શરીરસંબંધ બાંધ્યા બાદ રાતોરાત ફોન બંધ કરી ઘર છોડીને ચાલ્યા જનાર હવસખોર પ્રેમી વિરૂધ્ધ પાંડેસરા પોલીસમાં ફરિયાદ નોંધાય છે.
પિતાનું મરણ થયું છે, મારૂ કોઈ નથી, હું સુરત આવું છું, મારા માટે નોકરી શોધી રાખજે કહી સાથે રહેવા લાગ્યા બાદ ઘર છોડી ભાગી ગયો. વેસુ વિસ્તારમાં જમવાનું બનાવવાનું કામ કરતી ૩૧ વર્ષીય ત્યકતા હેતલ (નામ બદલ્યું છે) પતિ સાથે છૂટાછેડા લીધા બાદ એક પુત્રી અને માતા-પિતા સાથે પાંડેસરા કૈલાશ ચોકડી વિસ્તારમાં રહે છે. દોઢ વર્ષ અગાઉ મહારાષ્ટ્રના કલમદુરી ખાતે રહેતી નાની બહેનની તબિયત સારી ન હોવાથી તેની દેખભાળ માટે જનાર હેતલનો સંર્પક મનોજ શિવશાંભ બિરાજદાર (ઉ.વ. ૩૦ રહે. ગંગાપુર, તા. દેવાજર્ન, લાતુર, મહારાષ્ટ્ર) સાથે થયો હતો. બંનેએ એકબીજાના નંબરની આપ-લે કર્યા બાદ તેઓ નિયમીત વાતચીત કરતા હતા અને પ્રેમસંબંધ બંધાયો હતો. દરમિયાનમાં મારા પિતાનું મરણ થયું છે અને મારી આગળ-પાછળ કોઈ નથી. હું સુરત તારી સાથે રહેવા આવું છું, મારા માટે નોકરી શોધી રાખજે, આપણે બંને લગ્ન કરી સાથે રહીશું. એમ કહી ફેબ્રુઆરી ૨૦૨૪ માં મનોજ સુરત આવ્યો હતો. ત્યાર બાદ અલગ ભાડાની રૂમ લઈ તેઓ સાથે રહેતા હતા અને મનોજ વેસુના વી.કેર હાઉસ કિપીંગમાં નોકરી કરતો હતો. દરમિયાનમાં બંને વચ્ચે અનેક વખત શરીરસંબંધ બંધાયો હતો. પરંતુ ત્યાર બાદ મનોજ અચાનક જ ઘર છોડીને ચાલ્યો ગયો હતો અને ફોન પણ બંધ કરી દીધો હતો.
જો કે, બાદ ગત તા.27 નવેમ્બર-2024ના રોજ મનોજ મહિલાને કે કોઈપણ વ્યક્તિને કંઈપણ કર્યા વગર ફરાર થઈ ગયો હતો. જેથી મહિલાએ પાંડેસરા પોલીસમથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે નરાધમ મનોજ બિરાજદાર સામે બળાત્કારનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.