જેલમાંથી છૂટીને અફેરની આશંકાએ પ્રેમિકા અને વકીલનું ઢીમ ઢાળ્યું હતું.
પંજાબમાં લૂંટના ઇરાદે ડીવાયએસપી અને મહિલાની હત્યા કરી હતી.
પંજાબ માં વર્ષ ૨૦૧૨માં લુંટ નાં ઈરાદે ડીવાયએસપી અને તેમની મહિલા મિત્ર ની હત્યા સહીત નાં જુદા જુદા ગંભીર ગુનામાં સંડોવાયેલા.પોલીસે પંજાબ રાજ્યના અલગ-અલગ ગંભી૨ ગુનાના આરોપી અને હાલે લુધીયાણા જેલમાં ખુનના કેસમાં સજા કાપી રહેલો ખૂંખાર આરોપી હરવિંદર ઉર્ફે બિન્દર લચ્છમનસિંગ ઉર્ફે લક્ષ્મનસિંગ રામદાસી (કલેર) જે પેરોલ ૨જા ૫૨ બહાર આવી ફીલ્મી ઢબે પીસ્ટલ હથિયા૨ બતાવી બે વ્યક્તિના અપહ૨ણના ગુનાને અંજામ આપી લાકડિયા પાસે પહોંચ્યો હોવાની બાતમીના આધારે તેને હાઇવે હોટલ પરથી પકડી લઇ કાયદેસર કાર્યવાહી કરી હતી.

આ બાબતે લાકડિયા પીઆઇ જે.એમ.જાડેજાએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, પંજાબ રાજ્યના કપુરથલ્લા જિલ્લાના સદર ફાગવાડા પોલીસ સ્ટેશનમાં ગઈ તા.24/4 ના દાખલ થયેલા ગુનામાં પંજાબ હાઇકોર્ટમાં પ્રેક્ટીસ ક૨તા વકીલ તથા તેની સાથે રહેતી મહીલાનું અપહરણ કરી લઇ ગયેલ તથા વકીલની દિકરીને પીસ્ટલ બતાવી ભયભીત કરી ઘરમાં બેસી રહેવા જણાવાયું હતું. ગુનો આચરી હરવિંદરને શોધવા ફાગવાડા પોલીસે તપાસ હાથ ધરી ફરીયાદીના દિકરા અને તેની મીત્રનું અપહરણ કરવામાં પંજાબ રાજ્યમાં અલગ-અલગ પોલીસ સ્ટેશનોમાં ખુન, મારામારી,ચોરી અને એન.ડી.પી.એસના ગંભીર ગુનાઓમાં પકડાયેલો આરોપી અને હાલે પંજાબની લુધીયાણા જેલમાં 2012 માં થેયલા ખુનના કેસમાં સજા કાપી રહેલો હરવિંદર પેરોલ રજા ૫૨ જેલમાંથી બહાર આવી પેરોલ જમ્પ મારી અન્ય સહ આરોપીઓ સાથે મળી ગુનાને અંજામ આપ્યો હોવાનું બહાર આવ્યું હતું. આરોપી લાકડીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલો હોવાની હકિકત મળતા પંજાબ પોલીસે લાકડીયા પોલીસ સ્ટેશનાનો સંપર્ક કરી બનાવની હકિકત જણાવી હતી. લાકડીયા પોલીસ દ્વારા ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ અલગ-અલગ ટીમો બનાવી આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા તે દરમિયાન આરોપી મોરબી-સામખીયાળી નેશનલ હાઈવે પર આવેલી હોટલ પાસે હોવાની સચોટ હકિકત મળતા તુરંત આરોપીને હકિકત આધારે ઝડપી કબ્જો મેળવી લેવા સારુ પંજાબ પોલીસને જાણ કરી આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
પંજાબ રાજ્યના વિવિધ ગુનાઓ પછી ડબલ મર્ડરનો આરોપીને લાકડિયા પોલીસે પકડી લીધા બાદ તેણે કબૂલાત આપી હતી કે, પોતે વર્ષ-2012 માં ડબલ મર્ડર કેસમાં લુધીયાણા જેલમાં સજા કાપી રહ્યો છે અને હાલે પેરોલ રજા ૫૨ જેલમાંથી બહાર આવી અપહરણના ગુનાને અંજામ આપ્યો હોવાનું તેમજ અપહરણ કરેલા બંને વ્યક્તિઓનુ મર્ડર પણ કરેલ હોવાની કબૂલાત ખૂંખાર આરોપી હરવિંદરસિંગે આપી હતી.