ત્રણ વર્ષથી સ્કૂલની ટીચર હોવાથી તેને ત્યાં તરૂણ ટ્યુશન જતો હતો.
સુરત,પરવટ પાટિયા વિસ્તારમાં રહેતા કરિયાણાના દુકાનદારનો ધો. ૫ માં અભ્યાસ કરતો પુત્ર રમવા ગયા બાદ ભેદી સંજોગોમાં ગુમ થઇ જતા દોડતા થયેલા માતા-પિતાએ શોધખોળ શરૂ કરી તો પુત્રનું તેની ૨૩ વર્ષીય ટ્યુશન ટીચર અપહરણ કર્યાનું જાણવા મળતા મામલો પુણા પોલીસ મથકે પહોંચ્યો હતો.

યુવકો દ્વારા યુવતીઓને ભગાવી જવાના કિસ્સાઓ વચ્ચે પુણા વિસ્તારમાં ૨૩ વર્ષીય શિક્ષિકા તેના ૧૧ વર્ષના સ્ટુડન્ટને ભગાવી જતાં ચકચાર મચી છે. રાજસ્થાની પરિવાર પતિ પત્ની અને 11 વર્ષના અને 7 વર્ષના દિકરા સાથે રહે છે અને કરિયાણાની દુકાન ચલાવી ગુજરાન ચલાવે છે. 11 વર્ષનો તરૂણ પુણાગામ વિસ્તારમાં આવેલી હિંદી માધ્યમની શાળામાં ધોરણ 4માં અભ્યાસ કરે છે. જ્યારે આ સ્કૂલમાં 23 વર્ષની શિક્ષિકા પણ નોકરી કરતી હતી. આ શિક્ષિકા અને તરુણ એક જ વિસ્તારમાં રહેતા હતા.આ સગીરને ભગાવીને લઇ જતી સીસીટીવીમાં પણ દેખાઈ આવતાં મામલો ગંભીર બન્યો છે.
પોલીસ સાથે બંનેના પરિવારજનો પણ બાળક અને આ શિક્ષિકાની શોધમાં જોડાયા હતા. સુરત રેલવે સ્ટેશન પહોંચી શિક્ષિકાએ ફોન પણ બંધ કરી દેતાં મામલો વધુ ગંભીર બન્યો. પોલીસ સૂત્રોએ આપેલી માહિતી પ્રમાણે પુણામાં એક જ વિસ્તારમાં રહેતાં બે પરિવાર પોલીસ મથકે પહોંચ્યા હતા. બંનેની પાસેથી જે વિગતો બહાર આવી હતી તે સાંભળી પોલીસ ઇન્સ્પેક્ટર વી.એમ. દેસાઈનું મગજ ચકરાવે ચઢી ગયું હતું. ૧૧ વર્ષીય બાળકના પિતાએ જણાવ્યું હતું કે તેમના પુત્રનું અપહરણ થયું છે. પાંચમા ધોરણમાં અભ્યાસ કરતો તેમનો ૧૧ વષીય પુત્ર ૨૫મીએ બપોરે થરે બહાર રમતો હતો ત્યાંથી ગુમ થઇ ગયો હતો. સીસીટીવી ચેક કરતાં તેમના બાળકને નજીકમાં જ રહેતી અને તેને એકલાને ત્રણ વર્ષથી ટ્યૂશન કરાવતી તથા શાળામાં પણ વર્ગ શિક્ષિકા રહી ચૂકેલી ૨૩ વર્ષીય યુવતી તેને ભગાવી જતી દેખાઈ હતી. જે શિક્ષિકા આ બાળકને ભગાવી ગઈ હતી તેનાં માતા-પિતા અને પરિવાર પણ પોલીસ મથકે આવ્યું હતું અને બપોરે તે બેગ લઈને નીકળી હોવાનું જણાવ્યું હતું.
૨૩ વર્ષીય શિક્ષિકા તેના ૧૧ વર્ષીય વિદ્યાર્થીને જ ભગાવી ગયાની વાતે પોલીસ અધિકારીઓનું પણ મગજ ચકડોળે ચઢ્યું હતું. પોલીસે વધુ તપાસ કરતાં આ બાળક અને શિક્ષિકા સુરત રેલવે સ્ટેશન ઉપર સાંજે પાંચ વાગ્યે પહોંચે છે. શિક્ષિકા સુરત રેલવે સ્ટેશન પહોંચીને પોતાનો ફોન પણ બંધ કરી દેવાની સાથે બાળક સાથે ટ્રેનમાં બેસી રવાના થઈ જતી દેખાઇ આવી હતી.ડી.સી.પી આલોકકુમારે જણાવ્યું હતું કે મામલો ગંભીર હોઇ પુણા પોલીસની બે ટીમ તથા કાપોદ્રાની એક ટીમ મળી કુલ ત્રણ ટીમ અલગ અલગ દિશામાં તપાસ કરી રહી છે. બૂક માય ટ્રિપથી આ શિક્ષિકાએ ટૂર બુક કરાવ્યાની ડિટેઇલ પોલીસને મળી હતી. આ શિક્ષિકાએ પોતાના ઘરેથી કપડાં ભરેલી બેગ લીધી હતી, પરંતુ બાળક પાસે કોઈ સામાન ન હતો. એક દિવસ પહેલાં પણ આ શિક્ષિકા બેગ લઇને જતી દેખાઇ હતી. બીજા દિવસે બાળકને પણ લઇ ગઇ હતી. શિક્ષિકા ફરવા જવા માગતી હોય અને તે પોતાની સાથે આ બાળકને પણ લેતી ગઇ હોય તેવું બની શકે. જોકે પોલીસ બધી દિશામાં તપાસ કરી રહી છે.