સુરત,પાલિકાના અધિકારીના બોગસ ડોક્યુમેન્ટ રજૂ કરીને લાઇસન્સ મેળવ્યાં હોવાની પાલિકા કમિશનરને 8 ફરિયાદો મળી હતી, જેથી ચીફ સિક્યુરિટી ઓફિસર જાગ્રત નાયકે ત્રણેય એજન્સી પાસે ડોક્યુમેન્ટ મંગાવીને ખરાઈ શરૂ કરી હતી, લેબર ખાતામાં રજૂ કરાયેલું બાંયધરીપત્રક જ બોગસ હોવાનું ખુલ્યું છે. એટલું જ નહીં જાગ્રત નાયકની સહી પણ ખોટી હતી તથા પત્રકમાં ઠરાવનો નંબર પણ બોગસ લખાયો હતો.

પાલિકામાં 9 ઝોન અને BRTSમાં સિક્યુરિટીનો 40 કરોડનો કોન્ટ્રાક્ટ મેળવવા માટે ત્રણેય એજન્સીનું લાઇસન્સ રદ કરાયું હોવાનું જણાવ્યું હતું. જ્યારે સીએસઓએ તેમણે આડેહાથ લઈને આવા બોગસ બાંયધરીપત્રકના આધારે લાઇસન્સ 5 વર્ષ લંબાવી આપતાં પહેલાં પાલિકાને અચૂક જાણ કરવા સૂચના આપી હતી. એમ.કે. સિક્યુરિટી, શક્તિ સિક્યુરિટી અને શક્તિ પ્રોટેક્શન ફોર્સને બ્લેકલિસ્ટ કરવા દરખાસ્ત કરાશે.
‘પાલિકાનો વર્ક ઓર્ડર ન હતો, માત્ર બાંયધરી આપી દીધી હતી. માત્ર બાંયધરીપત્રક પર જ લેબર વિભાગે લેબર લાઇસન્સ પણ આ ત્રણેય એજન્સીઓને ફાળવી આપ્યું હતું. લેબર વિભાગ માત્ર બાંયધરીને આધારે કઈ રીતે લેબર લાઇસન્સ આપી શકે તે પણ 5 વર્ષનું ફાળવી દીધું છે, જેથી લેબર વિભાગના લાઇસન્સ આપનારા અધિકારી ઉપર પણ શંકા ઉપજી રહી છે. એટલું જ નહીં, આ બાંયધરીપત્રકમાં સ્થાયી સમિતિનો ઠરાવ નંબર જે 1702-2021 લખ્યો છે તે પણ કોઈ પણ આધાર નથી.જે તદ્દન ખોટી રીતે લખીને બોગસ ઉભી કરવામાં આવેલ છે.