32 લાખની બેનામી સંપત્તિ પત્નીના નામે ગોધરામાં પ્લોટ, મહારાષ્ટ્રમાં જમીન રોકડેથી ખરીદી.
મહિલા કાઈમ બ્રાંચના અધિકારીઓ માટે શહેરના તમામ સ્યામાંથી હપ્તા ઉધ રાવ તા પો લી સ કર્મચારી વિજય માલી વિરુદ્ધ રાણીપ પોલીસે અપ્રમાણસર મિલકતનો કેસ કર્યો છે. અમદાવાદના ઈતિહાસમાં પહેલી જ વખત એસીબીએ નહીં પરંતુ સ્થાનિક પોલીસે અપ્રમાણસર મિલકતનો કેસ કર્યો છે. વિજય માલી 1999માં નોકરી લાગ્યા ત્યારથી તેમની કાયદેસરની આવક 3.1.02 કરોડ થતી હતી. જેની સામે તેમણે રૂ.1.34 કરોડનું એટલે કે 31.61 લાખનું વધારે રોકાણ કર્યું હતું. જે ટકાવારી પ્રમાણે 25.55 ટકા વધારે હતી. એન્ટી હ્યુમન ટ્રાફિક યુનિટ માં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા વિજય માલીએ એક સ્યાના સંચાલક પાસેથી રૂ.1.25 લાખ માંગ્યા હતા. જે બાબતે પોલીસ કમિશનરને લેખિતમાં ફરિયાદ મળી હતી.
જેના આધારે સાઈબર ક્રાઈમના ડીસીપીને તપાસ સોંપાઈ હતી. જેમાં વિજય માલી એ ફક્ત તે એક સ્યા નહીં પરંતુ અમદાવાદમાં આવેલા તમામ સ્પામાંથી મહિને લાખો રૂપિયાના હપ્તા ઉધરાવતો હોવાનું પૂરવાર થયું હતું.

જેની ગંભીરતાથી નોંધ લઈને પોલીસ કમિશનરે તેની કે કંપનીમાં બદલી કરી હતી. જ્યારે ડીજીપી વિકાસ સહાવે વિજય માલીની દેવ ભૂમિ દ્વારકા ખાતે બદલી કરી હતી.
