Home SURAT શહેર-જિલ્લામાં વિધાનસભાની ચૂંટણીમાં મતદારો મતદાન દ્વારા લોકશાહીના મહાપર્વની કરશે ઉજવણી

શહેર-જિલ્લામાં વિધાનસભાની ચૂંટણીમાં મતદારો મતદાન દ્વારા લોકશાહીના મહાપર્વની કરશે ઉજવણી

75
0
જિલ્લા ચુંટણી અધિકારી આયુષ ઓકે વિવિધ રિસિવીંગ-ડિસ્પેચીંગ સેન્ટરોની મુલાકાત લઈ તૈયારીઓની સમીક્ષા કરી

જિલ્લા ચુંટણી અધિકારી આયુષ ઓકે વિવિધ રિસિવીંગ-ડિસ્પેચીંગ સેન્ટરોની મુલાકાત લઈ તૈયારીઓની સમીક્ષા કરી.

સુરત જિલ્લાની ૧૬ વિધાનસભા બેઠકોના મતદાન માટે જિલ્લાના ૧૬ રિસિવીંગ-ડિસ્પેચીંગ સેન્ટરો ખાતેથી ઇ.વી.એમ. વીવીપેટ સાથે સજ્જ થઇ ચૂંટણી સ્ટાફ ફરજ પર જવા રવાના.

જિલ્લાની ૧૬ વિધાનસભાના ૪૭,૪૫,૯૮૦ મતદારો આજે ૧૬૮ ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે.

૧.૫૦ લાખ યુવા મતદારો પ્રથમ વાર પોતાના મતાધિકારનો ઉપયોગ કરશેઃ

સુરતઃબુધવારઃ સુરત જિલ્લાની ૧૬ વિધાનસભાની સામાન્ય ચુંટણીઓનું મતદાન તા.૧લી ડિસેમ્બરના થનાર છે ત્યારે વિધાનસભાઓના રિસિવીંગ એન્ડ ડિસ્પેચીંગ સેન્ટરો ખાતેથી ચૂંટણી ફરજ પરના પ્રિસાઈડીંગ ઓફિસરો, પોલીંગ ઓફિસરો મતદાન માટેની ઈ.વી.એમ. વીવીપેટ, સ્ટેશનરી સહિતની સાધન-સામગ્રી લઈને પોતપોતાના ફરજના મતદાન મથકે પહોંચી ગયા છે.

        આજરોજ જિલ્લા કલેકટરશ્રી આયુષ ઓકે સુરત પશ્વિમ વિધાનસભામાં રાંદેરની પીપરડીવાલા ઈંગ્લીશ મિડીયમ સ્કુલ, મજુરા વિધાનસભાની સેન્ટ ઝેવિયર્સ, સુરત પૂર્વની ટી.એન્ડ ટી.વી.સ્કુલ, લિંબાયતની એમ.પી.લીલીયાવાલા વિદ્યાભવન, ઉધના સિટીઝન કોમર્સ કોલેજના સેન્ટરોની મુલાકાત લઈ તૈયારીઓની સમીક્ષા કરીને જે-તે વિધાનસભાના ચુંટણી અધિકારીઓ, મદદનીશ અધિકારીઓને જરૂરી સુચનો કર્યા હતા.
             સુરત જિલ્લાની ૧૬ વિધાનસભાઓમાં ૨૫,૫૨,૯૦૫ પુરૂષ મતદારો તથા ૨૧,૯૪,૯૧૫ મહિલા મતદારો તથા ૧૬૦ અન્ય મતદારો મળી કુલ ૪૭,૪૫,૯૮૦ જેટલા મતદારોના મતથી ૧૬૮ ઉમેદવારોનું ભાવિ મતપેટીમાં સીલ થશે. જિલ્લામાં ૪૬૩૭ મતદાન મથકો પર મતદારો ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે.  
            મતદાનના દિવસે સવારે દરેક મતદાન મથક પર સવારે ૭-૦૦ વાગે મોક પોલિંગ કરવામાં આવશે. ત્યારબાદ સવારે ૮-૦૦ વાગ્યાથી મતદાનનો પ્રારંભ થશે અને સાંજે ૫-૦૦ વાગ્યા સુધી ચાલશે. દરેક મતદાન મથકે પોલીસતંત્ર દ્વારા ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
             જિલ્લા કલેકટરશ્રીએ જણાવ્યું હતું કે, જિલ્લામાં ૭૯૪ ઈવીએમ મશીનોનું ટ્રેકિંગ અને  જિલ્લાકક્ષાએ મોનિટરીંગ કરવામાં આવી રહ્યું છે. જિલ્લામાં ૧.૫૦ લાખ જેટલા યુવા મતદારો પ્રથમવાર પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. મતદારો વધુમાં વધુ મતદાન કરે તેવા આશયથી ચુંટણીતંત્ર દ્વારા ૧૬ વિધાનસભાઓમાં વિધાનસભાદીઠ એક-એક મોડેલ, એક-એક દિવ્યાંગ મતદાન મથકો, એક-એક ઈકોફ્રેન્ડલી મતદાન મથકો, ૧૧૨ જેટલા મહિલાઓ સંચાલિત સખી મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા છે. શહેરી વિસ્તારમાં મજુરા વિધાનસભામાં યુવાઓ દ્વારા સંચાલિત એક મતદાન મથક તથા આદિવાસી વિસ્તાર એવા માંડવી અને બારડોલી વિધાનસભામાં એક-એક ટ્રાયબલ પોલીંગ સ્ટેશનો ઉભા કરવામાં આવ્યા છે. જેમાં વારલી પેઈન્ટીંગ, વાંસ(બામ્બુ) દ્વારા મતદાન મથકોને સુશોભિત કરવામાં આવ્યા છે.
            સુરત જિલ્લામાં નિયત કરવામાં આવેલા માપદંડ ધરાવતા હોય તેવા દિવ્યાંગ તથા ૮૦ વર્ષથી વધુ વયના ૨૮૪ મતદારોએ વ્હીલચેર તથા ૧૮૯ મતદારોએ સહાયક મેળવવાની માંગણી કરી છે, જ્યારે એક મતદારે વાહનની માંગણી કરી છે. આમ, કુલ ૪૭૪ જેટલા મતદારોની માંગણી મુજબ જિલ્લા ચુંટણી તંત્ર દ્વારા તેઓને મતદાન કરવા માટેની સહાયક તથા વ્હીલચેરની સુવિધા પુરી પાડવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here