Home CRIME સચીન GIDC ખાડીના કિનારે એક કોથળામાંથી યુવતીની કોહવાઈ ગયેલા શરીરના ભાગો...

સચીન GIDC ખાડીના કિનારે એક કોથળામાંથી યુવતીની કોહવાઈ ગયેલા શરીરના ભાગો મળી આવ્યા અનેક શંકા ઊભા થાય.

2
0

સુરત-સચીન, સચીન જીઆઈડીસી પુલીસ સ્ટેશન ખાતે સચિનના બુડીયા ગામ પાસે આવેલી ખાડીના કિનારે એક કોથળામાંથી યુવતિના કોહવાઈ ગયેલા શરીરના ભાગો મળી આવ્યા છે.જેમાં દુર્ગંધ આવતા અહીંથી પસાર થતા એક યુવકે તપાસ કરતા કોથળાની અંદરથી માનવ ખોપડી દેખાતાં તત્કાલમાં સચિન જીઆઈડીસી પોલીસને જાણ કરી હતી.પોલીસે કોથળો ખોલતાં અંદરથી મહિલાની ખોપડી, દાંત સહિતનું જડબું, હાથ અને પગના હાડકા, લાંબા વાળ, લાલ કલરની બંગળીઓ તથા મહિલાની લાલ રંગની લેગીઝ અને કુર્તી જેવા કપડાં મળી આવ્યા હતા. દૃશ્ય અત્યંત દયનીય અને હત્યાની આશંકા ઊભી કરતા હતા.

ખાડીના કિનારેથી આશરે ૨૫ થી ૩૫ વર્ષની એક મહિલાના દાંત સાથેની ખોપડી, દાંત સાથેનું જડબુ તથા અન્ય હાડકાઓ તથા લાલ તથા સફેદ મેલી જેવી પાણીથી ભીની થયેલી કાદવવાળી ગોદડી, લાલ કલરનુ ભીનુ કાદવવાળુ કપડુ, તથા સફેદ કલરના પ્લાસ્ટકીના મીણીયાનો કોથળો જે એકબાજુ બાંધેલ તથા ફાટેલી હાલતમાં હોય જેમાં માનવ શરીરના અલગ અલગ અંગોના માંસ સહીતના હાડકાઓ તથા લાંબા વાળ, લાલ કલરની બંગળીઓ નંગ-૦૩,પગની આંગળીઓમાં પહેરવાના ધાતુના કોયડા નંગ-૦૨, પગમાં પહેરવાની ધાતુ જેવી પાયલ નંગ-૦૧, તથા પગમાં પહેરેલ કાળા કલરનો દોરો તથા થાપાના હાડકા સાથેની કોફી કલર જેવી ભીની કાદવવાળી લેગીઝ તેમજ કાળા તથા આછા લીલા કલરની કુરતી જેમાં ગોળ આકારમાં ટપકા વાળી તથા ચેક્સમાં ગોલ્ડન કલરની ડિઝાઈન છે.

બંગળીઓ-પગમાં પહેરેલ કાળો દોરો-પગની આંગળીઓ પર પહેરેલ કોયડા – પગમાં પહેરેલ પાયલ-ગોદડીનુ કવર

માનવ શરીરના અંગો આશરે એક અઠવાડીયાથી એક મહિના સમય દરમ્યાન મરણ ગયેલ હોય જે કોઈ અગમ્ય કારણસર ખાડીના કિનારેથી મળી આવેલ છે.

જે બાબતે કોઈ માહિતી મળે તો પુલીસ ને જાણ કરવા માટે ની અપીલ કરવામાં આવેલ છે.

ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને ઘટનાની ગંભીરતાને લઈને તાત્કાલિક તપાસ શરૂ કરી હતી.

ત્યારે સચિન જીઆઈડીસી પોલીસે દૃશ્ય પર ફોરેન્સિક એક્સપર્ટ્સને બોલાવી તમામ અંગોને કબ્જે કરી ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here