મહિલા તેના 3.5 વર્ષના બાળક સાથે પાલીતાણાથી મહારાષ્ટ્ર ટ્રેનમાં જઈ રહી હતી. સુરત ખાતે આવી આરોપી યુવક દ્વારા યુવતીને ઉધના રેલવે સ્ટેશને ટ્રેનમાંથી નીચે ઉતારવામાં આવી હતી.
ઉત્રાણ મનીષા ગરનાળા પાસે ફૂટપાથ પર મહારાષ્ટ્રના અમરાવતીની 37 વર્ષીય મહિલા સાથે તેના 4 વર્ષીય પુત્રની નજર સામે બે શખ્સોએ ગેંગરેપ કર્યો હતો. જેમાં નરાધમો મહિલા પાસેથી 3500 રૂપિયા રોકડ અને તેનો ફોન પણ લૂંટી લીધો હતો. મહિલાની ફરિયાદના આધારે ઉત્રાણ પોલીસે બંને આરોપીઓઓ 25 વર્ષીય હરેશ મહેશ દેવીપૂજક( રહે. ઉત્રાણ, મૂળ ભાવનગર) અને 48 વર્ષીય શંકર ઉર્ફે શંકર ટકલો ધનુ નાહક( ઉત્રાણ, મૂળ ગંજામ ઓરિસ્સા)ની ધરપકડ કરી છે.અમરાવતીની 37 વર્ષીય પરિણીતા પાલીતાણામાં પોતાના 18 વર્ષના પુત્રને મળી 4 વર્ષના બાળકને સાથે વતનમાં જવા નીકળી હતી. મહિલા પાલીતાણાથી બસમાં અમદાવાદ આવી હતી. અમદાવાદ રેલવે સ્ટેશને 10મી તારીખે સવારે આરોપી હરેશ દેવીપૂજક તેને મળ્યો હતો. તેણે પોતાને મહિલાને ‘તારો પતિ મારો મિત્ર છે’ કહી વિશ્વાસમાં લીધી હતી.
ઉધના સ્ટેશનથી 10 કિમી દૂર ઉત્રાણ વિસ્તારની અવાવરૂ જગ્યાએ લઈ જઈ આરોપીએ તેના બાળકની સામે જ મહિલા પર દુષ્કર્મ આચર્યું હતું. ત્યાર બાદ અન્ય એક ઓડિશાના શખસે દુષ્કર્મ આચર્યું હતું. આરોપીઓએ બે દિવસ સુધી મહિલા પર બે બે વખત દુષ્કર્મ આચર્યું હતું અને ગંભીર રીતે માર માર્યો હતો.

આ અંગે ડીસીપી વિજયસિંહ ગુર્જરે જણાવ્યું હતું કે, ઉત્રાણ પોલીસ મથક વિસ્તારમાં 12 માર્ચ 2025ના રોજ બપોરે એક વ્યક્તિ અર્ધ બેભાન મહિલાને લઈ પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. મહિલાને પોલીસે પૂછપરછ કરતા તેને પોતાની સાથે રેપ થયો હોવાનું જણાવ્યું હતું. પરંતુ તે પૂરતી વિગત આપતી ન હતી. મહિલાની હાલત ગંભીર હોવાથી તાત્કાલિક જ પોલીસની ટીમે તેને નવી સિવિલ હોસ્પિટલ લઈ ગઈ હતી અને સારવાર શરૂ કરી હતી. જ્યાં રાત્રે 11 વાગ્યે મહિલાએ પોલીસ કર્મચારીને જણાવ્યું હતું કે, તે પોતે ભાવનગર રહે છે અને મૂળ મહારાષ્ટ્રની છે. તે ત્રણ દિવસ પહેલાં પોતાના 3.5 વર્ષના બાળક સાથે ભાવનગરથી મહારાષ્ટ્ર જવા માટે નીકળી હતી. ત્યારે અમદાવાદ રેલવે સ્ટેશન પર એક પરિવાર મળ્યો હતો.
પકડાયેલા આરોપીઓ કચરો વીણવાનું કામ કરે છે. મહિલાને મહારાષ્ટ્ર લઈ જવાનું પ્રોમિસ આપનાર હરેશ મહેશ વાઘેલા દેવીપુજક સમાજમાંથી આવે છે અને મૂળ ભાવનગરના નારી ચોકડી પાસે રસ્તા પર રહે છે. સુરતમાં તે કચરો વીણાવનું કામ કરે છે. રેલવે સ્ટેશન અને અવાવરૂ જગ્યા ઉપરથી તે કચરો વીણે છે. જ્યારે શંકર નામનો વ્યક્તિ મૂળ ઓડિશાનો છે અને તે પણ રેલવે સ્ટેશન અને આજુબાજુના વિસ્તારમાંથી કચરો અને પ્લાસ્ટિકની બોટલો વીણવાનું કામ કરે છે. હાલ તો પોલીસે બંને આરોપીઓની અટકાયત કરી છે.
