સુરત, ક્રાંતિ સમય (સુરેશ મૌર્ય) કામરેજ ખાતે આવેલ પારડી ગામની જમીનમાં તૃપ્તિ નગર સોસાયટીના પ્લોટીંગના નામે ૧.૨૨ કરોડ પડાવી લઈ ટાઈટલ ક્લીયર ન કરાવી ઠગાઈ કરનાર આરોપીઓ પૈકી એક આરોપીએ પોલીસ ધરપકડથી બચવા કરેલી આગોતરા જામીનની માંગને આજે એડીશ્નલ સેશન્સ જજ ઉપેન્દ્ર એમ.ભટ્ટે નકારી કાઢી છે. જેથી હવે આરોપી ની ધરપકડના ચ્રકો ગતિમાન થયા.
આરોપી જીતુ આહીરની અરજી નકારાઇઃ કામરેજના ધોરણપારડીમાં પ્લોટીંગ બાદ ટાઇટલ ક્લીયર કરાવાયા નહોતા.
મૂળ રાજસ્થાન સીકર જિલ્લાના વતની ફરિયાદી મહેશકુમાર કાશી પ્રસાદ ચીરાનીયા (રે.ક્રિષ્ના કોમ્પ્લેક્ષ,ભટાર રોડ)એ તા.૧૬-૧૧-૨૨ના રોજ આરોપી રાજેન્દ્ર રાઘુભાઈ આહીર,મોહન રાજેન્દ્ર આહીર,પ્રકાશ રાજેન્દ્ર આહીર,વિભેન્દ્રકુમાર રણછોડ આહીર (રે.ધોરણ પારડી,ભરવાડ વાસ,તા.કામરેજ) વગેરે વિરુધ્ધ જમીન સંબંધી ઠગાઇની ફરિયાદ નોંધાવી હતી. આરોપીઓએ એકબીજાના મેળાપિપણામાં નવી પારડી ગામના બ્લોક નં.૧૯૮ની જમીનમાં તૃપ્તિ નગર સોસાયટીના નામે પ્લોટીંગ કરીને ફરિયાદી પાસેથી કુલ ૩.૨૨ કરોડનો અવેજ મેળવી કાયદેસરનો દસ્તાવેજ કરી આપ્યો નહોતો. જેમાં છેતરપીંડી,વિશ્વાસઘાત કરેલ હોવાથી આગળ ની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ હતા.
આ કેસમાં કામરેજ પોલીસ પોતાની ધરપકડ કરે તેવી દહેશતથી આરોપી જીતુ રાઘુ આહીરે આગોતરા જામીન માંગ્યા હતા. જેના વિરોધમાં એપીપી કિશોર ખૈરનારે જણાવ્યું હતું કે આરોપી વિરુધ્ધ ગંભીર ગુનાનો પ્રથમ દર્શનીય કેસની તપાસ ચાલું છે. આરોપી પાસેથી કુલ રૂ.૧.૨૨ કરોડ વસુલવાના છે.
જેમાં આ રીતે ની ઘટના અન્ય વિસ્તાર માં પણ બનતી હોવા છતાં પ્રશાસન તરફ થી યોગ્ય પગલા લેવામાં આવે તેવું લોકો ની રજુઆત છે.