Home AHMEDABAD એક સાથે 1543 પોલીસકર્મીની બદલી 3 વર્ષથી એક જ જગ્યાએ ફરજ બજાવતાની...

એક સાથે 1543 પોલીસકર્મીની બદલી 3 વર્ષથી એક જ જગ્યાએ ફરજ બજાવતાની બદલી

2
0

અમદાવાદ શહેર પોલીસ કમિશનર તરીકેનો ચાર્જ સંભાળતાની સાથે જ કમિશનર જ્ઞાનેન્દ્રસિંહ મલિકે કોઇપણ ચોક્કસ પોલીસકર્મી વગર જેતે વિસ્તારમાં ચાલશે નહીં તે વાતને ખોટી સાબિતી કરી દીધી હતી.

11 માર્ચ 2025ના મંગળવારના રોજ અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ. મલિકે એક સાથે 1543 પોલીસકર્મીઓની બદલી કરી દીધી છે. ત્રણ વર્ષથી એક જ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ASI, હેડ કોન્સ્ટેબલ તથા પોલીસ કોન્સ્ટેબલની બદલીનો ગંજીપો ચીપિયો છે.

ચાર્જ લેતાની સાથે જ વર્ષોથી એક જ સ્થળે ફરજ બજાવતા કર્મચારીઓનું લિસ્ટ તૈયાર કરાવ્યું હતું. જોકે, બદલીનો ઓર્ડર કરતા પહેલાં જેતે કર્મચારીઓ પાસેથી પોતાના ઘરની નજીક હોય તેવા બે પોલીસ મથકોના વિકલ્પ પૂછવામાં આવ્યા હતા. પહેલાં ઓર્ડરમાં હજારો પોલીસકર્મીઓની બદલીઓ કરી દેવામાં આવી હતી. ત્યાર બાદ આજે મંગળવારે ફરીથી 1543 કર્મચારીઓની બદલી કરી દેવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here