સુરતઃમંગળવારઃ તા.૦૧/૧૨/૨૦૨૨ના રોજ યોજાનારી વિધાનસભાની સમાન્ય ચુંટણી-૨૦૨૨માં મતદારો શાંતિથી મત આપી શકે તે માટે સુરત જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી આયુષ ઓકે એક જાહેરનામા દ્વારા સમગ્ર સૂરત જિલ્લામાં તા.૧લી ડિસે.-મતદાનના દિવસે મતદાન મથકની અંદર તથા બહારના ૧૦૦ મીટરના અંતરમાં જરૂરી પ્રતિબંધ ફરમાવ્યા છે.
જાહેરનામાં મુજબ મત માટે પ્રચાર કરવો, મતદારોને ધાક-ધમકી આપીને કે રંજાડીને મતદાન કરવા જતા અટકાવવા, કોઈ મતદારને મત આપવા માટે કોઈ મતદારને સમજાવવા, અમુક ઉમેદવારને મત આપવા માટે કોઈ મતદારને સમજાવવા, ચૂંટણીને લગતી(સરકારી નોટીસ સિવાયની) કોઈ નોટસ કે નિશાની પ્રદર્શિત કરવી, સેલ્યુલર/મોબાઈલ ફોન, કોડલેસ ફોન, પેજર, વાયરલેસ સેટ અને અન્ય વિજાણું સંદેશાવ્યવહારના સાધનો લઈ જવાની, વાહનો સાથે આવવું(પરંતું અપંગ/અશકત વ્યકિતઓને લાગુ પડશે નહી.) જેવા કાર્યો પર પ્રતિબંધ છે. મતદાન મથકમાં મતદાન માટે આવેલા મતદાર, ઉમેદવાર તથા ચુંટણીપંચે અધિકૃત કરેલા અધિકારી સિવાયની વ્યકિતએ પ્રવેશ કરવો નહી.
આ હકુમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે. ઉપરાંત આવું મોબાઈલ/ડિવાઈસ કબજે લઈ શકાશે. અપવાદ તરીકે ચુંટણીપંચે નિયુક્ત કરેલા ઓબ્ઝર્વર, મતદાન મથક ઉપર ફરજ બજાવતા અધિકારી/કર્મચારીઓને તેમની ફરજ પુરતી જ છુટ રહેશે.