સ્વાગત ઓનલાઈન લોક દરબારમાં મુખ્યમંત્રી સમક્ષ ફરિયાદીની રજૂઆતથી સરકાર ખફા.
કોઈ પણ ફરિયાદ કરો તપાસ એ જ વ્યકિત કરે જેને વિરુધ્ધ માં ફરિયાદ હોય. આ હાલ ગુજરાત ના દરેક જીલ્લા માં છે. કમિશનર શ્રી પાસે લોકો ના ફરિયાદ સંભાળવાનું સમય નથી એવું લાગે છે.
ગાંધીનગર: આડકતરી રીતે ગુજરાતમાં ગંભીર ગુનાઓની બાબતે પોલીસ મથકે ફરિયાદ દાખલ કરાતી જ નથી, તેવું સરકારે પોતે જ સ્વીકારી લીધું છે. રાજયના ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ એમ કે દાસે તાજેતરમાં રાજ્યના તમામ જિલ્લા પોલીસ વડા, તમામ પોલીસ કમિશ્નરો તથા રેન્જ આઈજીને પત્ર લખીને ચેતવણી આપી છે કે જો ગંભીર ઘટનાઓના સંદર્ભમાં પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવાનો ઈન્કાર કરવામાં આવશે, તો કડક હાથે જવાબદાર પોલીસ અધિકારીઓ સામે પગલે લેવાશે. તાજેતરમાં અમદાવાદમાં એક ડીસીપી પોલીસ ફરિયાદ દાખલ નહીં કરતાં હોવાની ઘટના બની હતી. આ ઘટના અંગે ફરિયાદી સીધા ગાંધીનગરમાં સ્વાગત ઓન લાઈન લોક દરબારમાં આવી પહોચ્યા હતા. એક ડીસીપીની સૂચનાના પગલે ફરિયાદ નહીં દાખલ કરાતી હોવાની રજુઆત સીએમ ભૂપેન્દ્ર પટેલ સમક્ષ કરાઈ હતી. અમદાવાદના સીપી પણ આ રજુઆત દરમ્યાન વીડિયો કોન્ફરન્સ વખતે જાણે કે આરોપીનો બચાવ કરતાં હોય તેવી છાપ પેદા થવા પામી હતી. છેવટે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય ફરિયાદ દાખલ કરીને આરોપીઓ સામે પગલા તાકીદ કરી હતી. જો કે સમગ્ર ઘટના સીએમ ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં સ્વાગત ઓન લાઈન લોક દરબારમાં બની હતી. જેના પગલે સીએમ ભૂપેન્દ્ર પટેલે જવાબદાર પોલીસ અધિકારીઓ સામે આકરા પગલા સૂચના આપી દીધી છે.
સીએમ ભૂપેન્દ્ર પટેલ આકરા પાણીએ હોવાનો મૂડ પારખી ગયેલા ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ એમ કે દાસે પોલીસ બેડામાં ધ્રુજારી આવી જાય તેવો લાકડાતોડ પત્ર તમામ જિલ્લા પોલીસ વડા, પોલીસ કમિશ્નરો તથા રેન્જ આઈજીને લખી નાંખ્યો છે. આ પત્રમાં ખુદ દાસે સ્વીકાર્યુ છે કે ક્યાંકને ક્યાંક પોલીસ ફરિયાદ દાખલ કરાતી નથી, હકીકતમાં આવી ફરિયાદ ગંભીર ગુનાઓના સંદર્ભે દાખલ કરીને સરકારને જાણ કરવાની રહેશે. સમયસર ફરિયાદ દાખલ કરી સરકારને જાણ કરવાની રહેશે.