Home SURAT મતદાનના દિવસે ઉમેદવાર, રાજકીય પક્ષોની ફોર વ્હીલ ગાડીમાં ડ્રાઈવર સાથે પાંચ વ્યકિત...

મતદાનના દિવસે ઉમેદવાર, રાજકીય પક્ષોની ફોર વ્હીલ ગાડીમાં ડ્રાઈવર સાથે પાંચ વ્યકિત જ બેસી શકશે

63
0

સુરતઃમંગળવારઃ આગામી તા.૧લી ડિસેમ્બરના રોજ યોજાનારી વિધાનસભાની સમાન્ય ચુંટણી-૨૦૨૨ને અનુલક્ષીને જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી આયુષ ઓકએ એક જાહેરનામા દ્વારા સુરત જિલ્લામાં જરૂરી પ્રતિબંધો ફરમાવ્યા છે.

     જાહેરનામા અનુસાર કોઈપણ રાજકીય પક્ષો કે ઉમેદવાર કે તેના ચુંટણી એજન્ટ કે કાર્યકર દ્વારા મતદાનના દિવસે ફોર વ્હીલ ગાડીમાં ડ્રાઈવર સાથે પાંચ વ્યકિતથી વધારે બેસી શકાશે નહી તેમજ ઉમેદવાર અથવા તેના એજન્ટ માટે ફાળવવામાં આવેલ વાહનનો ઉપયોગ કોઈ બીજી વ્યકિત દ્વારા કરી શકશે નહી. મતદાનના દિવસે કોઈપણ ઉમેદવાર તેમના મતક્ષેત્રદીઠ એક વાહન પોતાના ઉપયોગ માટે, એક વાહન તેમના એજન્ટ માટે તેમજ વધારામાં એક વાહન તેમના કાર્યકર્તાઓ અથવા પક્ષના કાર્યકર્તાઓ માટે વાપરી શકશે.
           મતદાનના દિવસે કોઈપણ રાજકીય પક્ષ, ઉમેદવાર, તેના ચુંટણી એજન્ટ કે કાર્યકર દ્વારા મતદારોને મતદાન મથકે નિઃશુલ્ક લઈ જવા તથા પરત લાવવા વાહન પુરુ પાડવાની સગવડ આપી મતદાર ઉપર અનઅધિકૃત દબાણ/પ્રલોભન ઉભુ કરવા સામે મનાઈ ફરમાવી છે.
          વાહનોમાં ટ્રક, ટેમ્પો, કાર, ટેક્ષી, વાન, ત્રણ પૈડાવાળા વાહનો, સ્કુટરો, રીક્ષા, મીની બસ, ટ્રેલર કે તે વિનાનું ટ્રેકટર, સ્ટેશન વેગન તેમજ યાંત્રિક શકિતથી ચાલતા અન્ય વાહનોનો સમાવશે થશે. આ જાહેરનામું તા.૧૦/૧૨/૨૦૨૨ સુધી અમલમાં રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનાર સામે શિક્ષાત્મક કાર્યવાહી કરાશે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here