Home AHMEDABAD આદેશો ઘોળીને પી જનારા અમદાવાદના નિરંકુશ 24 પીઆઈ સામે તપાસ સોંપાઈ,અંગત સચિવે...

આદેશો ઘોળીને પી જનારા અમદાવાદના નિરંકુશ 24 પીઆઈ સામે તપાસ સોંપાઈ,અંગત સચિવે કમિશ્નર ને પત્ર લખવો પડ્યો.

19
0

લોકોને મળતા નથી, મળે તો ફરિયાદ લેતા નથી, લે તો કાર્યવાહી કરતા નથી.

ગૃહમંત્રીના અંગત સચિવે કમિશનરને પત્ર લખવો પડ્યો.

પોલીસ કમિશનરે યાદી બનાવી ડીસીપીને તપાસ સોંપી.

શહેરના પોલીસ ઈન્સ્પેકટરો અને ડીસીપી એટલા બેફામ થઈ ગયા છે કે ઉપરી અધિકારીઓની સૂચના તો માનતા જ નથી, પણ ગૃહ મંત્રી કાર્યાલયના આદેશોને પણ અવગણે છે, જેથી ગૃહ મંત્રી કાર્યાલય તરફથી પોલીસ કિમશનરને પરિપત્ર દ્વારા લેખિતમાં જાણ કરાઈ છે કે, તમારા પીઆઈ અને ડીસીપી ફરિયાદીઓને મળતા કે સાંભળતા નથી. જેના કારણે તેમને ગાંધીનગર સુધી રજૂઆત કરવા આવવું પડી રહ્યું છે. તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરો.

શહેરમાં કથળી ગયેલી કાયદો વ્યવસ્થાની સ્થિતિ માટે પોલીસ જવાબદાર હોવાનું ખુદ ઉપરી અધિકારીઓ માની રહ્યા છે. છેલ્લા કેટલાક સમયથી અમદાવાદના પીઆઈ ફરિયાદી કે અરજદારને સાંભળતા જ નથી. કદાચ મળે તો ફરિયાદ લેતા નથી અને જો ફરિયાદ લઈ પણ લે તો તેમાં કાર્યવાહી કરતા નથી, જેથી આવા ફરિયાદી ડીસીપીને રજૂઆત કરવા જાય છે છતાં તેમને ન્યાય મળતો નથી. આથી તેઓ પોલીસ કમિશનર કચેરીએ જાય છે. કમિશનર કચેરી તરફથી જે તે પીઆઈને યોગ્ય કાર્યવાહી કરવા સૂચના અપાય છે, પણ ફરિયાદીને ન્યાય મળતો નથી.

આથી તેઓ પોલીસ કમિશનર કચેરીએ જાય છે. કમિશનર કચેરી તરફથી જે તે પીઆઈને યોગ્ય કાર્યવાહી કરવા સૂચના અપાય છે, પણ ફરિયાદીને ન્યાય મળતો નથી. આથી ફરિયાદી થાકીને ગૃહ મંત્રીના અંગત સચિવને મળીને રજૂઆત કરે છે. ગૃહ મંત્રીના અંગત સચિવે છેલ્લા ત્રણ મહિનામાં શહેરના બે ડઝન પીઆઈ અને તેમના ડીસીપીને ફરિયાદો લેવા સૂચના અપાઈ હતી તેમ છતાં પીઆઈ કે ડીસીપી દ્વારા કોઈ જ કાર્યવાહી કરાઈ ન હતી. આથી તેમણે પોલીસ કમિશનરને પરિપત્ર કર્યો હતો. આ પરિપત્રમાં અમદાવાદમાં 3 ડીસીપી અને 12થી 15 પોલીસ સ્ટેશનના નામ પણ લખેલાં છે કે, તેઓને ફરિયાદ લેવા સૂચના અપાઈ હોવા છતાં તેમના દ્વારા કોઈ કાર્યવાહી કરાઈ નથી, જેથી આવા તમામ પીઆઈ સામે કમિશનરે ઈન્કવાયરી સોંપી છે.

પોલીસ કમિશનરે યાદી બનાવી ડીસીપીને તપાસ સોંપી.

શહેરના જુદા જુદા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીઆઈઓએ કયા કેસમાં શું બેદરકારી દાખવી, કયા કેસમાં કેટલા પૈસા લીધા, યા કેસમાં પૈસા લઈને આરોપીઓને મદદ કરી છે તેમ જ કયા કેસમાં પૈસા લઈને ખોટા માણસને આરોપી બનાવી દીધાત .તેવા બે ડઝન પીઆઈની યાદી પોલીસ કમિશનરે તૈયાર કરીને તેમની સામે ડીસીપીઓને ઈન્કવાયરી સોંપી છે. તે ઇન્કવાયરી હાલમાં ચાલુ જ છે, જેના ભાગરૂપે એલિસબ્રિજ પીઆઈ બી. ડી. ઝીલેરિયાને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

હાલ માં આ રીતે સુરત શહેર પુલીસ સ્ટેશન ની પણ છે. જેમાં કાયદા નું ખુલ્લેઆમ ઉલ્લંઘન કર્તા હોય છતાં. કાયદા નું ભય બતાવી કાયદાનું કામ ગીરી કરી રહ્યા છે.

ડી.જી.પી. સુધી ફરિયાદ કરવામાં આવે તો તે અરજી ફરી થી જે તે પુલીસ સ્ટેશન ખાતે તપાસ ના સંદર્ભમાં મોકલી આપવામાં આવે છે. જેમાં પુલીસ સ્ટેશન ના અમુક સ્ટાફ જ આ માટે જવાબદાર હોવા છતાં. ઉચ્ચ અધિકારીઓ કોઈ પણ કાર્યવાહી ન કરે. એવું રીતે કામગીરી કરી આવેલ અરજી દફતરે કરી દેવામાં આવે છે. કે તેની સમજ રસીદ આપી કોર્ટ ની કાર્યવાહી કરવા માટે કોર્ટ નું રાસ્તા પણ બતાવામાં આવે છે.

હાલમાં કેટલાક પુલીસ સ્ટેશન માં ખૂલ્લેઆમ માથેભારે વ્યકિત ના રાજ હોવા તેમ લાગી રહ્યા છે.જે તેમની મિલ્કત ની તપાસ પણ વિભાગ તરફ થી કરવામાં આવે તો તે સાબિત થાય કે અમુક સ્ટાફ નું આવક કર્તા રોજ નું ખર્ચ વધારે છે. સરકારીતંત્ર માં કાયદાનું ઉલ્લંઘન કરી કાયદા નું પાલન કરવા માટે ગેરરીતિઓ કરી હોવા છતાં કોઈ પણ કાર્યવાહી વિભાગ તરફ થી કરવામાં આવતું નથી. જયારે ઉપર થી કે કોર્ટ થી ઇન્કાવારી કરવામાં આવે તો ઉપરા અધિકારી પોતની નોકરી બચાવા માટે બીજા ની ભોગ આપી દેવામાં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here