સુરતની કતારગામ વિધાનસભાના ધારાસભ્ય વિનુ મોરડિયા દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો કે સુરત જે ટર્સરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ થકી કરોડો રૂપિયાની આવક મેળવી રહ્યું છે. તેમાં અધિકારીઓએ હાથ સાફ કરી લીધો હોય તેવી પરીસ્થિતિ ઉભી થઈ છે. મુખ્યમંત્રીને ધારાસભ્ય દ્વારા પત્ર લખીને વિજિલન્સ તપાસ કરાવી સિટી ઇજનેર અક્ષય પંડ્યાની ભૂમિકાની પણ તપાસ કરવા માટે લેખિત રજૂઆત કરવામાં આવી છે. જેમાં હવે આ પત્ર લખ્યા પછી સુરત મહાનગર પાલિકા ના અનેક ભષ્ટાચાર નું પોલ ખુલે તેવું લાગી રહ્યા છે.
હજીરા સ્થિત ઉદ્યોગ ગૃહોને શુદ્ધ પાણી આપવા માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાઈ હતી. તેમાં કોર્પોરેશનને મોટું નુકસાન થાય તેવું કમિશનરને જણાઈ આવ્યું હતું. જેને કારણે કેતન પટેલ સામે તો પગલાં લેવાયા. પરંતુ ખાતાના વડા સિટી ઇજનેર અક્ષય પંડ્યા સામે હજી સુધી પગલાં લેવાયા નથી. જેને કારણે અનેક પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. ખાતાના વડા તરીકે તેમની મંજૂરી વગર આ કામ થવું શક્ય જણાતું નથી છતાં પણ તેમની સામે પગલાં ન લેવાયા હોવાનું ધારાસભ્યના ધ્યાન પર પણ આવ્યું છે.
અક્ષય પંડ્યા દ્વારા પોતાના જ વિભાગના ટેન્ડર પ્રક્રિયાની અંદર તેમાં કન્સલ્ટન્ટની નિમણૂક બાબતે ઉદ્યોગકારોને પાણી આપવાના ભાવ અને શરતો નક્કી કરવા બાબતે ઓપરેશન અને મેન્ટેનન્સની કામગીરી બાબતે સુરત મહાનગરપાલિકાની તિજોરીને આર્થિક નુકસાન થવાની પૂરેપૂરી શક્યતા હતી. આ તમામ નિર્ણયોમાં અક્ષય પંડ્યાની પણ સ્વાભાવિક રીતે જ મહત્વની ભૂમિકા છે. છતાં પણ કયા કારણસર તેમના સામે હજી સુધી પગલાં લેવાયા નથી તે ચર્ચાનો વિષય બન્યો છે.
અધિકારીઓએ એવો ખેલ કર્યો કે જેના કારણે કોર્પોરેશનને કરોડો રૂપિયાનું નુકસાન થાય તેવી સ્થિતી ઉભી થઈ છે. અક્ષય પંડ્યાની જાણ બહાર આ કામ થયું હોય તેવું માનવાને કોઈ સ્થાન નથી. ધારાસભ્ય વિનુ મોરડિયાએ ઇન્ચાર્જ એડિશનલ સિટી એન્જિનિયર કેતન દેસાઈની સાથે હવે મહાનગરપાલિકાના સિટી ઇજનેર અક્ષય પંડ્યાની ભૂમિકાની તપાસ કરવામાં આવે અને તેમની સામે પણ પગલાં લેવામાં આવે તેવી માંગણી કરી છે. આ પ્રોજેક્ટનો અંદાજ મંજૂર થયો હતો, ત્યારે સ્વભાવિક રીતે જ ખાતાના વડા અક્ષય પંડ્યાની મંજૂરી લેવામાં આવી હશે. જેમાં તેમને બચાવ કરવામાં આવી રહ્યા છે. તેવું લાગી રહ્યા છે. પાલિકામાં અક્ષય પંડ્યાની ભૂમિકા ચગડોળે ચડી છે.