સુરત,ભેસ્તાન ગાર્ડનમાં રમતી વખતે એક તરૂણના હાથમાં કંપાઉન્ડ વોલનો સળીયો અકસ્માતે ઘુસી ગયો હતો.પાંડેસરામાં ભેસ્તાન ખાતે ગાર્ડનની કમ્પાઉન્ડ દિવાલ પર રમતી વખતે ધો.૮ના વિધાર્થીનો એક હાથના બાવળામાં સળીયો ધુસી જતા અફડાતફડી મચી ગઇ હતી. જોકે દિવાલ સાથેનો સળીયાને મશીનથી કાપ્યો હતો. બાદમાં તેને હાથમાં ધુસેલા સળિયા સાથે સારવાર માટે નવી સિવિલમાં લાવ્યા હતા. હાથમાં સળીયો ફસાઈ જતા તરૂણને ત્યાંથી ખસેડવો પણ મુશ્કેલ હતો. આખરે સળીયો કાપીને સળીયા સાથે તરૂણને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સર્જરી કરી તરૂણના હાથમાંથી સળીયો બહાર કાઢવામાં આવ્યો હતો.ભેસ્તાન પાંજરાપોળ આવાસ ખાતે રહેતા મહેબુબુ શેખ ભંગાર લેવા માટે ભેસ્તાન ગુરૂકૃપા ગાર્ડન પાસે રિક્ષા લઈ ગયા હતા. જ્યાં તેઓ તેમના 14 વર્ષીય પુત્ર સાહેનને પણ સાથે લઈ ગયા હતા. પિતા ભંગાર લેવા ગયા હતા ત્યારે સાહેન ગાર્ડનમાં રમતો હતો. દરમ્યાન રમતા રમતા સાહેનના હાથમાં ગાર્ડનના કંપાઉન્ડ વોલનો સળીયો ઘુસી ગયો હતો.
હાથના બાવડાના ભાગે ઘુસી ગયેલા સળીયાને કારણે સાહેલ ત્યા ફસાઈ ગયો હતો. ઘટના બાદ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તેને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેમાં જોખમ જણાતા આખરે ગાર્ડનમાં ગ્રાઈન્ડર મશીન મંગાવી તેની મદદથી સળીયો કાપી સાહેલને હાથમાં સળીયા સાથે સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ આવ્યા હતા. જ્યાં તાત્કાલિક તેની સર્જરી કરી સળીયો બહાર કઢાયો હતો.