Home AHMEDABAD ઉધના રેલવે સ્ટેશન પર પગ મુકવાની જગ્યા નહી યાત્રીઓ જીવ ના જોખમી...

ઉધના રેલવે સ્ટેશન પર પગ મુકવાની જગ્યા નહી યાત્રીઓ જીવ ના જોખમી મુસાફરી કરવા મજબુર

8
0

સુરતના ઉધના રેલવે સ્ટેશન પર મુસાફરોની ભારે ભીડ જોવા મળી રહી છે. સુરતના ઉધનાથી આજે યુપી બિહાર તરફની છ જેટલી ટ્રેન દોડાવવામાં આવી હતી. જેમાં 20000થી 25000 જેટલા લોકો પોતાના વતન તરફ ગયા હતા. આ સાથે જ બપોરે 1 વાગ્યા આસપાસ કોઈ ટ્રેન ન હોવાની જાહેરાત પણ કરવામાં આવી હતી. જોકે, લોકો ત્યાંથી હટવા માટે તૈયાર ન હતા. જેને પગલે રાત્રે એક ટ્રેનની જાહેરાત કરવામાં આવી હતી.લોકો 12-12 કલાકથી અહીં આવી ગયા છે અને ટ્રેનમાં બેસવાની રાહ જોઈ રહ્યા છે, ત્યારે આ ભારે ભીડમાં મહિલાઓ અને બાળકોને પિસાવાનો વારો આવ્યો હતો. જોકે, મહિલાઓ અને બાળકોને રેલવે પોલીસે અલગથી ટ્રેન સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરી છે. આ મહિલાઓ અને બાળકોને ચારથી પાંચ કલાક જેટલો સમય હેરાન પરેશાન થવું પડ્યું હતું.

દિવાળી અને છઠ્ઠ પૂજાના તહેવાર નિમિત્તે સુરતમાં વસવાટ કરતા પરપ્રાંતિયો વતન તરફ પ્રયાણ કરતા હોય છે. ત્યારે હીરા અને કાપડ ઉદ્યોગ સાથે સ્કૂલોમાં વેકેશન પડતા પરપ્રાંતિયોએ ટ્રેન મારફતે વતન જવાનું શરૂ કરી દીધું છે. સુરત રેલવે સ્ટેશન ખાતે 3 પ્લેટફોર્મ જ કાર્યરત છે, જ્યારે ઉધના રેલવે સ્ટેશન ખાતે 6 પ્લેટફોર્મ કાર્યરત છે. સુરત રેલવે સ્ટેશન પર રિ-ડેવલોપમેન્ટની કામગીરી થતી હોવાથી દિવાળીની મોટાભાગની ટ્રેનો ઉધના સ્ટેશનથી દોડાવવામાં આવી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here