સુરતના નાયક મરાઠા સમાજ સેવા સંઘ દ્વારા દશેરા સંમેલનનું 20 ઓક્ટોબર રવિવારના રોજ આયોજન કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં મહારાષ્ટ્રીયન સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા, આ કાર્યક્રમમાં રક્તદાન શિબિર, દીપ પ્રાગટ્ય, સાંસ્કૃતિક કાર્યક્રમ, સ્વાગત સમારંભ, તેજસ્વી વિદ્યાર્થીઓનો ગુણગૌરવ સમારોહ તેમજ ભોજન સમારંભનું આયોજન કરાયું હતું, ધોરણ 10માં 97 ટકા લાવનાર વિદ્યાર્થી જીત મોરેને એક્સેસ ગાડી ભેટ સ્વરૂપે નાયક મરાઠા સમાજ સેવા સંઘના પ્રમુખ શ્રી અશોક આત્મારામ પોટે એન્ડ ફેમિલી દ્વારા ભેટ સ્વરૂપે અપાઈ હતી.જયારે ધોરણ 10માં 94 ટકા લાવનાર વિદ્યાર્થી મૃણાલ મહાડીક, ધોરણ 10માં 93 ટકા લાવનાર વિદ્યાર્થી કશિશ કદમ ,ધોરણ 10માં 93 ટકા લાવનાર વિદ્યાર્થીની પ્રગતિ ગાવડે તેમજ ધોરણ 10માં 93 ટકા લાવનાર વિદ્યાર્થીની ગંગા શેડગે અને ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિવિલ એન્જીનીયરીંગ એન્ડ આર્કીટેક વિદ્યાર્થીની મિશા મોરે ને સમાજ તરફથી સ્વર્ણમ મૂર્તિ ભેટ સ્વરૂપે તેમજ ટ્રોફી એનાયત કરી તેના પરિવારજનોને સમ્માનિત કરાયા હતા,આવા આયોજનને સમાજ દ્વારા પણ વધાવી લેવાયો હતો. પાલ ખાતે આવેલ એસએમસી કોમ્યુનિટી હોલમાં સમગ્ર કરાયક્રમ ભવ્ય રીતે ઉજવાયો હતો.સમગ્ર કાર્યક્રમનું સંચાલન અશોક આત્મારામ પોટે, સેક્રેટરી ગણેશભાઈ પી.સાવંત, ખજાનચી પ્રદીપ મોરે અને અન્ય સમાજ સેવકો દ્વારા સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરાયું હતું.