સુરત પાલિકાની સ્ટ્રીટ લાઇટમાં ચોરી થઈ રહી છે, તેમ છતાં પોલીસ પગલાં નથી ભરતી તે ચર્ચાનો વિષય બની રહ્યો છે.
ઉધના ઝોનમાં આવેલા પાંડેસરા જી.આઈ.ડી.સી.ના વિવિધ ટી.પી.રોડ, અમીઝારા મેઈન રોડ, બમરોલી ખાડી રોડ પર સુરત મહાનગરપાલિકા દ્વારા જાહેર જનતાની સુવિધા માટે સ્ટ્રીટ લાઇટ સીસ્ટમ શરૂ કરવામાં આવી છે,જે થી તેમાંથી કોપર વાયરની ચોરી થઈ હતી. આ અંગે કામગીરી કરનાર એજન્સીએ પાંડેસરા પોલીસ મથકે સીસીટીવી ફુટેજ સાથે ચોરી કરનારના વીડિયો અને ફોટા પણ આપ્યા હતા. વિષયની ગંભીરતાને ધ્યાને લઈ સ્ટ્રીટલાઈટ સિસ્ટમમાં થતી ચોરી અટકાવવા માંગણી કરવામાં આવી હતી. પોલીસ અને પાલિકાએ કોઈ પગલાં ન ભરતાં આવી ચોરીનું પ્રમાણ વધી રહ્યું છે.અસમાજિક તત્વો કોર્પોરેશનની સંપત્તિની ચોરી કરી રહ્યા હોવા છતાં પણ કોઈ ગંભીરતા પોલીસ દ્વારા રાખવામાં આવી રહી નથી. પાલિકા અને કોન્ટ્રાક્ટરે લાખો રૂપિયાના કોપર વાયરની ચોરીના પુરાવા વારંવાર આપ્યા બાદ પણ પાલિકા અને પોલીસ પગલાં ન ભરતી હોવાથી આખરે મુખ્યમંત્રીના સુધી ફરિયાદ કરવામાં આવી છે. સુરત પાલિકાની સ્ટ્રીટ લાઇટમાં ચોરી થઈ રહી છે, તેમ છતાં પોલીસ પગલાં નથી ભરતી તે ચર્ચાનો વિષય બની રહ્યો છે.સુરતના સ્ટ્રીટ લાઈટના કોન્ટ્રાક્ટર ક્રિષ્ના એજન્સીએ મુખ્યમંત્રીને આ તમામ પુરાવા સાથે એક પત્ર લખ્યો છે. તેમાં જણાવ્યું છે કે, પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્ટ્રીટલાઈટ વાયરો ચોરી થવા બાબતે કાર્યપાલક ઈજનેર, સાઉથ ઝોન, સુરત પાલિકા તથા મે. ક્રિષ્ના એજન્સી દ્વારા અસંખ્ય પુરાવા જોગ ફરિયાદ આપવા છતાં યોગ્ય કામગીરી કરવામાં આવેલ ન હોવાથી જાહેર જનતાને સ્ટ્રીટલાઇટની સુવિધાથી વંચિત રહેવું પડે છે. ઉપરાંત આજદિન સુધી લગભગ 4થી 5 લાખ રૂપિયાની કિંમતના કોપર ફિટિંગ (સ્ટ્રીટલાઈટ) વાયરની ચોરી થઈ છે.