સચિન હોમગાર્ડ યુનિટમાં સેવા આપતા.
40 બાળકોને શોધી માતા-પિતા સાથે મિલન કરાવ્યું.
સુરત-સચીન,પ્રકાશકુમાર મૌર્ય છેલ્લા 18 વર્ષથી સચિન હોમગાર્ડ યુનિટમાં સેવા આપી રહ્યા છે. તેઓ માત્ર ફરજ પૂરતી જ જવાબદારી બજાવતા નથી, પરંતુ સમાજની ભલાઈ માટે ઉત્સાહભેર કામ કરે છે. સચિન પોલીસ સ્ટેશન સાથે જોડાઈ, તેઓ શહેરની શાળા અને વિસ્તારોમાં બાળકીઓ સામેના અપરાધો અટકાવવા માટે જાગૃતિ અભિયાન પણ ચલાવે છે. ગુમ થયેલા બાળકોને પરિવાર સાથે મિલન કરવાનું પ્રસંશનીય કાર્ય કરી રહ્યાં છે. તેઓએ ફરજ દરમિયાન 40 જેટલા ગુમ થયેલા બાળકોને શોધી, તેમને તેમના માતા-પિતા સાથે મિલન કરાવ્યું છે. આ સિવાય, વૃદ્ધોને તેમના પરિવારજનો સાથે ફરીથી જોડવાની નોંધપાત્ર કામગીરી કરી માનવસેવામાં તેમની પ્રતિબદ્ધતા દાખવી છે.
આ કામગીરી ફક્ત ગુજરાત માં જ નથી પણ ઉત્તર પ્રદેશમાં પણ સામાજિક પ્રવૃત્તિઓમાં ભાગ લઇ, ઉમદા કાર્ય નિભાવ્યું છે. તેઓ સચિન પોલીસ સ્ટેશન સાથે મળીને કનકપુર ચૌકી ઉપર સી-ટીમ, સચીન પુલીસ સ્ટેશન ના ફરજ ઉપર પી.એસ.આઈ.એસ.ડી.સીંગ સાથે મળી ને હાલ તમામ સેવા, શાંતિ અને સુરક્ષા જાળવવાના સતત પ્રયાસો કરે છે.