Home CRIME વર્ષોથી ગેસ્ટહાઉસની આડમાં ગોરખધંધા ચલાવતા ઉંદય, પારસ, વિજય, સહયોગ ગેસ્ટહાઉસના માલિકો, સંચાલક,...

વર્ષોથી ગેસ્ટહાઉસની આડમાં ગોરખધંધા ચલાવતા ઉંદય, પારસ, વિજય, સહયોગ ગેસ્ટહાઉસના માલિકો, સંચાલક, ગ્રાહકની ધરપકડ કરાઇ,13 મહિલાઓ મળી આવી

16
0

વ્યાપક ફરિયાદીને પગલે ક્રાઇમ બ્રાન્ચના એન્ટિ-હ્યુમન ટ્રાફિક યુનિટે એક સાથે કામગીરી કરી.

શહેરના રેલવે સ્ટેશન વિસ્તારની લંબે હનુમાન ગરનાળા પાસે આવેલા સહયોગ ગેસ્ટહાઉસ, ઉદય ગેસ્ટહાઉસ વિજય રેસ્ટહાઉસ અને પારસ ગેસ્ટહાઉસમાં આ પ્રકારના ગોરખધંધા ચાલી રહ્યા હોવાની બાતમી મળી હતી. વર્ષોથી ગેસ્ટહાઉસની આડમાં ગોરખધંધા ચલાવતા ઉંદય, પારસ, વિજય, સહયોગ ગેસ્ટહાઉસના માલિકો, સંચાલક, ગ્રાહકની ધરપકડ કરાઇ હતી. વરાછામાં સ્પામાં ચાલતા કૂટણખાનાના સંચાલકની ધરપકડ કરી હતી. આ પાંચ જગ્યાએથી પોલીસને 13 મહિલા પણ મળી આવી હતી.

ગેસ્ટહાઉસનો માલિક જહીર મોહંમદ કરીમ મલેક પોતાના ગેસ્ટહાઉસમાં સંચાલક તરીકે અશરફ ઈકબાલ મલેકને રાખી સેકસરેકેટ ચલાવતો હતો, પોલીસે સંચાલક અશરફ ઇકબાલ મલેક અને ગ્રાહક સૂરજ મહેશ રામ (રહે. હરિનગર, એથી માર્કેટ, ઉપનાની અટક કરી ગેસ્ટ હાઉસના માલિક જાહીર મલેક રહે રામપુરાને વોન્ટેડ જાહેર કર્યો હતો.

પારસ ગેસ્ટહાઉસના માલિક કૌશિક ધનસુખ મોદી (રહે. શાંતિનગર સોસાયટી, પ્રાઈમ આર્કેડ પાસે, આનંદ મહલ રોડ, અડાજણ) અને ગ્રાહક શાદાબ જલીલ અન્સારી (ઉં.વ. 20, રહે. ભાગળ- મૂળ યુપી)ની ધરપકડ કરી હતી. પોલીસે વિજય ગેસ્ટહાઉસના માલિક રાકેશ ચંપક મોદી (રહે. પાલનપોર) અને 3 દલાલો સલીમ મલીક (રહે. કોસાડ), સઈદને વોન્ટેડ જાહેર કર્યા હતા. ઉદય ગેસ્ટહાઉસમાં પણ દરોડા પાડયા હતા. ગેસ્ટહાઉસના માલિક કમલેશ ચંપક તમાકુવાલા (ઉ.વ. 55, રહે. વર્ધવિનાયક હાઇટ્સ, પાલ), ગ્રાહક વિરેન્દ્ર હરીનાથ યાદવ (રહે. વાલ્મીકિ આવાસ, ભેસ્તાન)ની ધરપકડ કરી હતી.

સ્પાનો મેનેજર બુધિયા ભોબાની ગૌડા (ઉ.વ. 34, મૂળ ગંજામ, ઓરિસ્સા) અને ગ્રાહક રાજુ ઉર્ફે રાહુલ શિવરાજ રાવત (ઉ.વ. 25, રહે. કૃષ્ણકુંજ સોસાયટી, ગોડાદરા- મૂળ યુપી)ની ધરપકડ કરી હતી. રામચંદ્ર સ્વાઇ, દીપક ડે અને ભાવેશ પટેલને વોન્ટેડ જાહેર કરાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here